International & War Updates 2026: રશિયા(Russia) અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને હિંસક બન્યું છે. રવિવારે વહેલી સવારે રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ (Kyiv) અને તેની આસપાસના વિસ્તારો પર મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન વડે અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હવાઈ હુમલાની લહેરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રાજધાની કિવમાં ભારે તબાહી
શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ સમગ્ર કિવ ક્ષેત્રમાં એકપછી એક પ્રચંડ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કો (Vitali Klitschko) એ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ગઈકાલની રાત કિવ માટે અત્યંત ભયાનક અને કાળી રાત સાબિત થઈ છે.” રાજધાનીના તમામ જિલ્લાઓમાં રશિયન મિસાઇલોના કારણે ભારે તબાહી સર્જાઈ છે, જેમાં અનેક રહેણાંક ઇમારતો, વેરહાઉસ, એક સુપરમાર્કેટ, શોપિંગ સેન્ટર અને શાળાઓને મોટું નુકસાન પહોંચ્યું છે.
ઘાયલ થયેલા 50 થી વધુ લોકોમાં 3 નિર્દોષ બાળકો(Russia) પણ સામેલ છે. કિવના મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા તૈમુર ટકાચેન્કોએ ટેલિગ્રામ પર ચેતવણી આપી હતી કે, રાજધાની પર આ એક મોટો બેલિસ્ટિક હુમલો છે અને આગામી કલાકોમાં રશિયા દ્વારા વધુ મિસાઇલો લોન્ચ થવાની સંભાવના છે.
એર રેડ શેલ્ટરનો રસ્તો બ્લોક, કાટમાળ નીચે દબાયા લોકો
મેયર ક્લિટ્સ્કોના જણાવ્યા અનુસાર, રશિયન(Russia) હુમલાએ કિવમાં 40 થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા હતા.
કિવના સેન્ટ્રલ શેવચેન્કો જિલ્લામાં એક 9 માળની રહેણાંક ઇમારત પર મિસાઇલ પડતાં આગ ફાટી નીકળી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આ જ જિલ્લાની એક શાળામાં બનેલા એર રેડ શેલ્ટર (હવાઈ હુમલાથી બચવા માટેનું સુરક્ષિત ભોંયરૂં) ની બહાર મિસાઇલનો કાટમાળ પડતાં તેનો મુખ્ય દરવાજો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકો અંદર જ ફસાઈ ગયા હતા.
આ ઉપરાંત, કિવની આસપાસના પ્રાદેશિક વિસ્તારમાં પણ અન્ય 2 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પ્રાદેશિક વડા માયકોલા કલાશ્નિકે કરી છે. તેમણે આ હુમલાને “શાંતિપ્રિય નાગરિકો વિરુદ્ધ જાણી જોઈને કરવામાં આવેલો આતંક” ગણાવ્યો છે.
Russia એ કેમ લીધો આ ભયાનક બદલો?
રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેન પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, યુક્રેન આર્મીએ રશિયાના કબજા હેઠળના પૂર્વી યુક્રેનના સ્ટારોબિલ્સ્ક (Starobilsk) નામના શહેરમાં એક સ્ટુડન્ટ હોસ્ટેલ (વિદ્યાર્થી આવાસ) પર ઘાતક હુમલો કર્યો હતો, જેમાં 18 લોકોના મોત થયા હતા. પુતિને આ હુમલાનો કડક બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેના પરિણામે રવિવારે કિવ પર આ મિસાઇલમારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ, યુક્રેનના સૈન્ય જનરલ સ્ટાફે સ્વીકાર્યું છે કે તેમણે શુક્રવારે રાત્રે સ્ટારોબિલ્સ્ક નજીક હુમલો કર્યો હતો, પરંતુ તેમનો દાવો છે કે તેમણે કોઈ હોસ્ટેલને નહીં પરંતુ રશિયાની એક એલિટ મિલિટરી યુનિટ (ખાસ સૈન્ય ટુકડી) ના ઠેકાણાને નિશાન બનાવ્યું હતું.
હાઇપરસોનિક મિસાઇલ ‘ઓરેશ્નિક’ (Oreshnik) નો ડર
આ હુમલાના થોડા સમય પહેલા જ યુક્રેનના(Russia) રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર એક મોટો સંયુક્ત હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે અમેરિકા, યુરોપ અને યુક્રેનની ગુપ્તચર એજન્સીઓ (Intelligence) ના અહેવાલો ટાંકીને જણાવ્યું હતું કે રશિયા(Russia) આ હુમલામાં પોતાની નવી આધુનિક હાઇપરસોનિક મિસાઇલ ‘ઓરેશ્નિક’ (Oreshnik) નો ઉપયોગ કરી શકે છે. આ મિસાઇલ અવાજ કરતાં 10 ગણી વધુ ઝડપે ગતિ કરે છે અને હાલમાં તેને હવામાં તોડી પાડવી અશક્ય છે. જો કે, રવિવારના આ હુમલામાં રશિયાએ ઓરેશ્નિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
આ પણ વાંચો :ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર, ઈરાન કનેક્શન આવતા US એજન્સીઓ એલર્ટ
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
