ચેતવણી/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું યુક્રેન હથિયાર નાંખશે તો જ યુદ્વ અટકશે

પુતિનની ધમકી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે ટેલિફોન કોલ દરમિયાન આવી હતી.

Top Stories World
turki રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું યુક્રેન હથિયાર નાંખશે તો જ યુદ્વ અટકશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે બીજી ચેતવણી જારી કરીને કહ્યું કે યુક્રેન શસ્ત્રો મૂકશે ત્યારે જ યુદ્ધ બંધ થશે. યુક્રેન વિરુદ્ધ રશિયન ‘મિલિટરી ઓપરેશન’માં અત્યાર સુધીમાં સેંકડો (સંભવિત રીતે હજારો) લોકો માર્યા ગયા છે. પરંતુ રશિયન રાષ્ટ્રપતિનું કહેવું છે કે આ યુદ્ધ ત્યારે જ અટકશે જ્યારે કિવ શસ્ત્રો મૂકે અને ક્રેમલિનની તમામ માંગણીઓ પૂરી કરે. પુતિનની ધમકી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે ટેલિફોન કોલ દરમિયાન આવી હતી.

પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં કહ્યું કે, યુક્રેન અમારી શરતો સ્વીકારે, યુદ્ધ ખતમ થઈ જશે. રશિયન મીડિયા અનુસાર, વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિને સ્પષ્ટ કર્યું કે તેઓ તેમની શરતોને સ્વીકાર્યા વિના યુક્રેનમાં પાછા હટવા તૈયાર નથી.નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા પીએમ મોદી સહિત વિશ્વના ઘણા નેતાઓએ પુતિનને ફોન કરીને યુક્રેન પર વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે. પરંતુ પુતિન કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ઉલટાનું, પુતિને કહ્યું છે કે તેણે નરસંહાર રોકવા માટે યુક્રેન પર હુમલો કર્યો હતો.

તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત પછી, રશિયાએ કહ્યું, “(તેમને) કહેવામાં આવ્યું હતું કે જો કિવ અટકે તો જ વિશેષ સૈન્ય અભિયાનને રોકવું શક્ય છે ,અને રશિયન માંગણીઓ પૂરી થાય.”

પશ્ચિમ સાથે યુક્રેનની નિકટતા અને નાટોમાં જોડાવાના તેના પગલા અંગે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને રશિયાએ ફેબ્રુઆરી 24 ના રોજ યુક્રેન પર આક્રમણ કર્યું. પરંતુ મોસ્કોએ ભારપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી યુક્રેનની સૈન્ય ક્ષમતાનો નાશ ન થાય અને દેશને “નિયો નાઝીઓ”થી મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી તેના હુમલાઓ સમાપ્ત થશે નહીં.