રાજકીય/ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને  PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, ‘ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે’ સાથે ….

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાબદાર નેતાઓ છે. પુટિને કહ્યું કે બંને નેતાઓ ભારત-ચીનનાં પ્રશ્નોના નિરાકરણ માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

Top Stories India
Untitled 47 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને  PM મોદીની પ્રશંસા કરતા કહ્યું, 'ભારતના વડા પ્રધાન એક જવાબદાર નેતા છે' સાથે ....

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જવાબદાર નેતાઓ છે. પુટિને કહ્યું કે બંને નેતાઓ ભારત-ચીનનાં પ્રશ્નોના નિરાકરણ માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓમાં કોઈ ત્રીજા એ દખલ ન કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે  ભારત અને ચીન વચ્ચે સરહદ પર ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે.

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના જોડાણવાળું  ક્વાડ (Quad) માટે રશિયાએ જાહેરમાં તેની ટીકા કરી છે. પરંતુ રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે મોસ્કોએ કોઈ દેશની આકારણી નથી કરી રહ્યું  કે, કયો દેશ કોની સાથે ગઠબંધનમાં છે કે અથવા તે કયા ગઠબંધનનો ભાગ છે  આ સિવાય કોઈ દેશએ કયા દેશ સાથે સંબંધ બાંધવા જોઈએ? પરંતુ કોઈની વિરુદ્ધ મિત્રતા બનાવવાના માટે ભાગીદારી હોવી જોઈએ નહીં. રશિયન રાષ્ટ્રપતિની આ ટિપ્પણી એક એવા પ્રશ્નના જવાબમાં આવી હતી જ્યારે તેમને ક્વાડમાં ભારતની ભાગીદારી વિશે પૂછવામાં આવ્યું હતું અને ચીન તેને પોતાની વિરુદ્ધ ગઠબંધન ગણાવી રહ્યું હતું.

બેફામ તસ્કરો: પુજારી રાત્રે પૂજા કરી ઘરે ગયા, સવારે આવી જોયું તો મૂર્તિ જ ગાયબ

વિશ્લેષણ / ભાવવધારો: સત્તાધીશો અહંકારમાં અને વિપક્ષ હતાશામાં

દરેક પડોશી દેશ વચ્ચે વિવાદિત મુદ્દાઓ
રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું હતું કે ભારત સાથે રશિયાની ભાગીદારીને કારણે મોસ્કો અને બેઇજિંગના સંબંધોમાં કોઈ વિરોધાભાસ નથી. પુટિને કહ્યું, હું જાણું છું કે ભારત-ચીન સંબંધોને લગતા કેટલાક મુદ્દાઓ છે. પરંતુ હંમેશાં દરેક પાડોશી દેશ વચ્ચે કેટલાક પ્રશ્નો હોય છે. હું ભારતના વડા પ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ બંનેનું વલણ સારી રીતે જાણું છું. તેઓ ખૂબ જ જવાબદાર લોકો છે અને તેઓ એકબીજાને આદરપૂર્વક સન્માન  આપે છે. મને ખાતરી છે કે તેઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ જાતે લાવી શકશે. તમામ સમસ્યાઓના સમાધાન પર પહોંચી શકશે.  પરંતુ, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય કોઈ વિશેષ ક્ષેત્રીય કે પ્રદેશીકે તેમાં  દખલ નાં કરવી જોઈએ.

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ તણાવને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ તણાવને કારણે 45 વર્ષમાં પહેલીવાર બંને પક્ષે સૈનિકોની જાનહાનીનો સામનો કરવો પડ્યો હતો. પેંગોંગ તળાવ વિસ્તારમાં તણાવ ઓછો કરવા બંને પક્ષો વચ્ચે થોડી પ્રગતિ થઈ છે. આ ઉપરાંત, એલએસી પરના અન્ય સ્થાનોએત્યારબાદ પણ સરહદ વિવાદ હજી યથાવત છે.

જમ્મુ-કાશ્મીર / શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે મળ્યો IED , સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને કર્યું નાકામ

છૂટછાટવાળું અનલોક / દિલ્હીમાં ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે મોલ-બજારો, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડશે