Not Set/ PM મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે, કહ્યું – આજનો દિવસ ઐતિહાસિક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વ્લાદિવોસ્ટોકમાં પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો કરી હતી. પીએમ મોદીએ પુટિનને કહ્યું હતું કે, પૂર્વી આર્થિક મંચ માટે તમારું આમંત્રણ મારા માટે એક મહાન સન્માન છે. બંને દેશો વચ્ચેના સમર્થનમાં નવું પરિમાણ આપવાની આ ઐતિહાસિક તક છે. હું આવતીકાલે પૂર્વી આર્થિક મંચમાં ભાગ લેવાની રાહ જોઈ રહ્યો છું. પીએમ […]

Top Stories India
putin PM મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાશે, કહ્યું – આજનો દિવસ ઐતિહાસિક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વ્લાદિવોસ્ટોકમાં પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો કરી હતી. પીએમ મોદીએ પુટિનને કહ્યું હતું કે, પૂર્વી આર્થિક મંચ માટે તમારું આમંત્રણ મારા માટે એક મહાન સન્માન છે. બંને દેશો વચ્ચેના સમર્થનમાં નવું પરિમાણ આપવાની આ ઐતિહાસિક તક છે. હું આવતીકાલે પૂર્વી આર્થિક મંચમાં ભાગ લેવાની રાહ જોઈ રહ્યો છું.

પીએમ મોદીએ કહ્યું કે, તમે જાહેરાત કરી છે કે મને રશિયાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ આપવામાં આવશે. હું તમારો અને રશિયાના લોકોનો આભાર માનું છું. તે આપણા બંને દેશોના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવે છે. આ માત્ર મારૂ નહીં મારા 130 કરોડ ભારતીયોનું સન્માન છે.

તેમણે કહ્યું કે રશિયા ભારતનો અભિન્ન મિત્ર અને વિશ્વસનીય ભાગીદાર છે. તમે અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર વ્યક્તિગત રૂપે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે બે અભિન્ન મિત્રો તરીકે નિયમિત મળ્યા છીએ. મેં તમારી સાથે ટેલિફોન પર ઘણા મુદ્દાઓ પર વાત કરી છે, હું તેમાં ક્યારેય ખચકાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.