બેઠક/ SAARCની વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવામાં આવી,જાણો કેમ…

પાકિસ્તાન આગ્રહ કરી રહ્યું છે કે  તાલિબાનને પણ આ બેઠકમાં સામેલ કરવો જોઈએ. કોરોનાના લીધે આ બેઠક વર્ચ્યુઅલ રીતે 2020માં યોજાઈ

Top Stories
saraac SAARCની વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવામાં આવી,જાણો કેમ...

પાકિસ્તાનના આગ્રહને કારણે આખરે સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવામાં આવી છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં તાલિબાન પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. સાર્ક વિદેશ મંત્રીઓની આ મહત્વની બેઠક પહેલા પણ પાકિસ્તાન આગ્રહ કરી રહ્યું છે કે  અફઘાનિસ્તાન પર કબજો કરનાર તાલિબાનને પણ આ બેઠકમાં સામેલ કરવો જોઈએ. કોરોના મહામારીને કારણે આ બેઠક વર્ષ 2020 માં વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી.

આ વખતે રિજનલ કોર્પોરેશન કાઉન્સિલના સાઉથ એશિયન એસોસિએશનના મંત્રીઓની બેઠક 25 સપ્ટેમ્બરે થવાની હતી. પરંતુ આ બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક રદ્દ થયા બાદ નેપાળના વિદેશ મંત્રીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તમામ સભ્યોમાં સર્વસંમતિના અભાવને કારણે બેઠક રદ કરવામાં આવી છે.

કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાર્કના ઘણા સભ્યોએ પાકિસ્તાનની અપીલ ફગાવી દીધી છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિ તરીકે તાલિબાનને સમાવવા માટે મોટાભાગના સભ્યો સહમત ન હતા. પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે અશરફ ગનીના કોઈ પ્રતિનિધિને આ બેઠકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (સાર્ક) મંત્રી પરિષદની અનૌપચારિક બેઠક 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્ર દરમિયાન ન્યુયોર્કમાં રૂબરૂ મળવાની હતી. સાર્ક દેશોની બેઠક રદ કરવા અંગે સત્તાવાર પત્ર જારી કરવામાં આવ્યો છે. આ વર્ષની બેઠક માટે, વિદેશ મંત્રી એસ જયશંકર આ ફોરમમાંથી પાકિસ્તાનનું નામ લીધા વગર આ વિસ્તારમાં આતંકવાદના મુદ્દે ભારતની ચિંતા વ્યક્ત કરવાના હતા. આ સાથે, અફઘાનિસ્તાનમાં તાજેતરના તાલિબાન પછી, ત્યાંની પરિસ્થિતિ પર પણ બેઠકમાં ચર્ચા થવાની હતી.