Not Set/ સાબરડેરી કરશે અબોલ પશુઓનું ઘર ઘથું ઉપચાર થકી નિદાન, જાણો આવી છે પદ્ધતિ!

દેશ દુનિયામાં એલોપેથીક દવાનું દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ એલોપેથીક દવા લાંબા સમયે સજીવ – જીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે. ત્યારે સાબરડેરીએ NDDBના સહયોગથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધાળા પશુઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં એલોપેથીક દવાઓથી દુર રહી ભારતીય સંસ્કૃતિ મુજબ આયુર્વેદીક દવાથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી […]

Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
sabar dairy સાબરડેરી કરશે અબોલ પશુઓનું ઘર ઘથું ઉપચાર થકી નિદાન, જાણો આવી છે પદ્ધતિ!

દેશ દુનિયામાં એલોપેથીક દવાનું દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ એલોપેથીક દવા લાંબા સમયે સજીવ – જીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે. ત્યારે સાબરડેરીએ NDDBના સહયોગથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધાળા પશુઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં એલોપેથીક દવાઓથી દુર રહી ભારતીય સંસ્કૃતિ મુજબ આયુર્વેદીક દવાથી સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

સાબરકાંઠા સહીત દેશભરના ખેડૂતો પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. ત્યારે પશુઓને નાની મોટી બીમારીઓની સારવાર માટે હાલ એલોપેથીક દવાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે હાલ એલોપેથીક દવાની આડ અસર થતા પશુઓ રીએક્ટ કરતા નથી. જેના કારણે પશુઓની આડ અસર એલોપેથીક દવાના ગુણો દૂધમાં ભળવાના કારણે દુધની ગુણવત્તા જળવાઈ રહેતી નથી. ત્યારે સાબરડેરી દ્વારા એનડીડીબીનાં સહયોગથી એક પહેલ કરી છે. જેમાં અબોલ પશુઓને ઘર ઘથું ઉપચાર થકી નિદાન કરવાનું નક્કી કરાયું છે. જેમાં પશુઓની ખાસ બીમારી જેવી કે આચળની બીમારી,તાવની બીમારી ઝાડાની બીમારી, ખરવાસા મોવાસાની બીમારીના નિદાન માટે ઘર ઘથું જેવા કે લસણ ડુંગરી, કુવારપાઠું, જીરું, અજમો, હલધર, કળી ચૂનો, હિંગ, ખસખસ, મરિયા, મીઠો લીમડો કડવો લીમડો, એલોવેરા, સરગવાના ઝાડના પત્તા જેવા અનેક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી પેસ્ટ બનાવવામાં આવે છે જેના થકી પશુઓનું નિદાન કરવામાં આવતું હોય છે.

sk સાબરડેરી કરશે અબોલ પશુઓનું ઘર ઘથું ઉપચાર થકી નિદાન, જાણો આવી છે પદ્ધતિ!

આર્યુવેદિક ઉપચારના કારણે અબોલ પશુઓમાં એલોપેથીક જેવી આડ અસર જોવા મળતી નથી અને દુધની ગુણવત્તામાં પણ વધારો થતો હોય છે સાથે પશુઓને રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે ત્યારે સાબરડેરીએ છેલ્લા ચાર માસ થી પશુઓની નાની મોટી બીમારીઓના આર્યુવેદિક પદ્ધતિ થી ઉપચાર હાથ ધર્યો છે ત્યારે તેનું સારું પરિણામ મળ્યું છે તો બીજી તરફ બંને જીલ્લાના પશુપાલકોએ પણ આ પદ્ધતિને આવકારી છે.અને સાથે દેશના અને રાજ્યની ડેરીઓના ૧૨૩ જેટલા પ્રતિનિધીઓએ સાબરડેરીના આ આર્યુવેદિક પ્લાન્ટની મુલાકાત સાથે અભ્યાસ કરી અમલીકરણ લાવવા તરફ વળ્યા છે.

sk1 સાબરડેરી કરશે અબોલ પશુઓનું ઘર ઘથું ઉપચાર થકી નિદાન, જાણો આવી છે પદ્ધતિ!

ભારતીય સંસ્કૃતિને પર જઈ લોકો એલોપેથીક દવા તરફ વળ્યા હતા પરંતુ એલોપેથીક દવાઓના માનવ શરીર સહીત જીવ સૃષ્ટિને લાંબા સમયે આડ અસરો થતી હોવાને લઇ ફરી લોકો પાછા ભારતીય સંસ્કૃતિની આર્યુવેદિક પદ્ધતિ તરફ વળી રહ્યા છે ત્યારે અબોલ પશુઓને અપાતી એલોપેથીક દવાઓના કારણે તેની આડ અસર પશુઓ રીએક્ટ કરી શકતા ન હતા જેને લઈને પશુઓમાં નબળાઈ જોવા મળતી હતી સાથે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી હતી જેને લઈને પશુ પાલકોને દુધમાં નુકશાની વેઠવી પડતી હતી જેથી સાબરડેરીએ એક સર્વે હાથ ધર્યો હતો સર્વે બાદ પશુઓને આર્યુવેદિક પદ્ધતિથી ઉપચાર કરવાનું નક્કી કરાયું હતું જેનો અમલ ચાર મહિના પહેલા શરુ કરાયો હતો અમલ બાદ પશુઓની બીમારીમાં ઘટાડો થવા પામ્યો હતો સાથે પશુપાલકોને પણ ઓછા ખર્ચે સારવાર માફક આવી હતી જેને લઈને પશુ પાલકોએ આર્યુવેદિક પદ્ધતિને અપનાવી હતી.

વર્ષ 2018-19 ની દ્રષ્ટીએ 36407 વેટરનરી તબીબોની વીજીટનું પ્રમાણ ઘટ્યું હતું તો સાથે 25 થી 30 ટકા જેટલું સરેરાશ એલોપેથીક દવાઓનું પ્રમાણ પણ ઘટ્ય હતું પશુઓની બીમારી જેવી કે તાવ,ઝાડા,આચળ અને ગર્ભાશયની બીમારી હોય ત્યારે એલોપેથીક દવાઓની ત્રણ થી ચાર વીજીટ કરવી પડતી હતી પરંતુ આર્યુવેદિક પદ્ધતિ અપનાવ્યા બાદ પશુઓને સંપૂર્ણ આરામ થતો હતો જેથી પશુપાલકોને વીજીટનો ખર્ચ પણ બચતો હતો અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધતી હતી.સાથે એલોપેથીકમાં એન્ટી બાયોટીક દવાની અસર થી પશુ દુધની ગુણવત્તામાં ઘટાડો થતો હતો જેની સામે આર્યુવેદિક પદ્ધતિ અપનાવ્યા બાદ દુધની ગુણવત્તા જળવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ૬૦ ટકા પશુપાલકો આ પદ્ધતિને આવકારી છે.અને સાબરડેરીનો દાવો છે કે અગામી સમયમાં ૧૦૦ ટકા પશુ પાલકો આર્યુવેદિક પદ્ધતિ અપનાવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

આમ તો લોકો ત્વરિત પરિણામો માટે એલોપેથીક દવાઓનો ઉપયોગ કરતા હોય છે પણ આખરે લાંબા સમય બાદ એલોપેથીક દવાઓ હાનીકારક નીવડતી હોય છે ત્યારે સાબરડેરીએ કરેલ આર્યુવેદિક પદ્ધતિ નવતર પ્રયોગ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના 13 લાખ જેટલા પશુઓની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરશે સાથે જ પશુ દુધની ગુણવતામાં પણ વધારો કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.