Not Set/ સબરીમાલા મંદિર જવા કોચી પહોચ્યાં ભૂ માતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈ, એરપોર્ટ બહાર જબરદસ્ત વિરોધ

ભૂ માતા બ્રિગેડ મહારાષ્ટ્રની સંસ્થા છે જે સ્ત્રીઓ સાથે થતાં અન્યાય વિરુદ્ધ લડત આપે છે અને ભ્રષ્ટાચારનો પણ વિરોધ કરે છે. આ સંસ્થાનાં સ્થાપક તૃપ્તિ દેસાઈ વિવાદાસ્પદ સબરીમાલા મંદિરની મુલાકાત માટે કોચીન એરપોર્ટ પહોચી ગયાં છે. પરંતુ લોકોનો જબરદસ્ત વિરોધ છે. Kochi: Trupti Desai, founder of Bhumata Brigade, having breakfast at Cochin International Airport as […]

Top Stories India

ભૂ માતા બ્રિગેડ મહારાષ્ટ્રની સંસ્થા છે જે સ્ત્રીઓ સાથે થતાં અન્યાય વિરુદ્ધ લડત આપે છે અને ભ્રષ્ટાચારનો પણ વિરોધ કરે છે. આ સંસ્થાનાં સ્થાપક તૃપ્તિ દેસાઈ વિવાદાસ્પદ સબરીમાલા મંદિરની મુલાકાત માટે કોચીન એરપોર્ટ પહોચી ગયાં છે. પરંતુ લોકોનો જબરદસ્ત વિરોધ છે.

એરપોર્ટ બહાર જ એમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને કરને એમને એરપોર્ટ પર જ રોકી રાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ એમનો કોચી એરપોર્ટ બહાર જ વિરોધ કરવા લાગ્યા છે.

આ બાબતે તૃપ્તિ દેસાઈનું કહેવું છે કે, જે લોકો વિરોધ કરે છે એમણે હિંસા કરવી ન જોઈએ. એકવાર અમે સબરીમાલા મંદિર નજીક પહોંચીશું પછી જોઈએ કે રાજ્ય સરકાર કઈ રીતે એમને સુરક્ષા પૂરી પાડે છે.

એમને મારી નાખવાની ધમકીઓ પણ મળી છે તે છતાં તેઓ સબરીમાલા મંદિર જવા માટે નીકળી પડ્યા છે. જયારે આ સંબંધે બીજેપીનાં એમ એન ગોપીએ કહ્યું કે, અમે એમને એરપોર્ટથી બહાર જવા નહી દઈએ. એરપોર્ટ પર જે ટેક્સી વાળા છે અથવા જે પોલીસની ગાડીઓ છે એમાં પણ જવા નહી દઈએ. જો એ જવા માંગતા હોય તો પોતાનાં વાહનનો ઉપયોગ કરી શકે છે.