Shocking/ સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ફેનને પોલીસે માર્યો ઢોર માર, એક સમયે બોલાવ્યો હતો પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે

કોરોનાવાયરસાનાં કારણે સ્પોર્ટ્સ ચાહકોએ સ્ટેડિયમથી દૂર રહેવું પડી રહ્યુ છે. પરંતુ ક્રિકેટમાંથી આ બ્રેક સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ચાહકોમાંના એક સુધીર કુમાર માટે મોંઘો પડી ગયો છે.

Sports
સુધિર કુમાર

કોરોનાવાયરસાનાં કારણે સ્પોર્ટ્સ ચાહકોએ સ્ટેડિયમથી દૂર રહેવું પડી રહ્યુ છે. પરંતુ ક્રિકેટમાંથી આ બ્રેક સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ચાહકોમાંના એક સુધીર કુમાર માટે મોંઘો પડી ગયો છે. સુધીરને બિહાર પોલીસનાં કર્મચારીઓએ માર માર્યો હતો કારણ કે તે એક સંબંધીને મળવા પોલીસ સ્ટેશન ગયો હતો.

આ પણ વાંચો – ક્રિકેટ જગત / ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે પોતાના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ

એક રિપોર્ટ અનુસાર, સુધીરે જણાવ્યું કે જે પોલીસ સ્ટેશનમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, તે પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે તેને એકવાર પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો. સુધીરે આ અંગે નાયબ પોલીસ અધિક્ષક (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) ને ફરિયાદ કરી છે. સુધીર પર મુઝફ્ફરનગર પોલીસ કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો કારણ કે તે એક સંબંધીને મળવા પોલીસ સ્ટેશન ગયો હતો. આ એ જ પોલીસ સ્ટેશન છે, જ્યાં સુધીરને થોડા વર્ષો પહેલા એક સેલિબ્રિટી તરીકે આ પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવ્યા હતા. ડીએસપી રામનરેશ પાસવાને ખાતરી આપી છે કે આરોપી પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સુધીર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનાં ખાસ ચાહકોમાંથી એક છે. તે સમગ્ર દુનિયામાં સચિનનાં ક્રેઝી ફેન હોવાને લઇને ઓળખાય છે. ભારતમાં લગભગ દરેક ક્રિકેટ મેચમાં, તે પ્રેક્ષક ગેલેરીમાંથી પોતાને ત્રિરંગાનાં રંગમાં રંગીને અને તેના માથા પર વાળ વડે ભારતનો નકશો બનાવીને ભારતીય ટીમને સપોર્ટ કરતો જોવા મળે છે. આ સિવાય તેના શરીર પર તેંડુલકરનું નામ લખેલું છે. એક અહેવાલ મુજબ, પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યા બાદ સુધીર શાંતિથી પોલીસ સ્ટેશન છોડી ગયો હતો. પરંતુ પોલીસકર્મીઓનું આ વર્તન બતાવે છે કે જ્યારે સુધીર જેવો પરિચિત વ્યક્તિ પોલીસનાં અત્યાચારનો શિકાર બની શકે છે તો તે સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે.

આ પણ વાંચો – LLC T20 / ક્રિકેટનાં મેદાનમાં તોફાની ઇનિંગ રમ્યા બાદ યુસુફ પઠાણે કહ્યુ- ટાઇગર અભી જીંદા હૈ

સુધીરે ડીએસપીને આપેલા તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, “થોડા વર્ષો પહેલા મને આ પોલીસ સ્ટેશનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા માટે મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એ જ પોલીસ સ્ટેશનમાં મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. જ્યારે મારી સાથે આવી ઘટના બની શકે છે તો પોલીસ સામાન્ય નાગરિકો સાથે કેવું વર્તન કરતી હશે, તે સમજી શકાય તેવું છે.’ ડીએસપીએ આ અંગે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.