Not Set/ સચીન વાઝે બે લોકોના એન્કાઉન્ટરની યોજના બનાવી હતી

એન્ટિલિયા કેસ બાબતે સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સચીન વાઝે ખુલાસો કર્યો છે કે, તે બે લોકોના તે બે લોકોના એન્કાઉન્ટર કરવાની યોજના બનાવી રહ્યો હતો. વાઝે વેપારી મન્સુખ હિરેનની હત્યાનો મુખ્ય આરોપી હતો. એનઆઇએ કોર્ટમાં જણાવ્યું હતુ કે વાઝેના ઇરાદા કઇંક મોટા હતા, તે બે લોકોના એન્કાઉન્ટર કરવાનું વિચારી રહ્યો હતો. તેના ધ્યાનમાં એક વ્યક્તિ […]

India
vaje સચીન વાઝે બે લોકોના એન્કાઉન્ટરની યોજના બનાવી હતી

એન્ટિલિયા કેસ બાબતે સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સચીન વાઝે ખુલાસો કર્યો છે કે, તે બે લોકોના તે બે લોકોના એન્કાઉન્ટર કરવાની યોજના બનાવી રહ્યો હતો. વાઝે વેપારી મન્સુખ હિરેનની હત્યાનો મુખ્ય આરોપી હતો.

એનઆઇએ કોર્ટમાં જણાવ્યું હતુ કે વાઝેના ઇરાદા કઇંક મોટા હતા, તે બે લોકોના એન્કાઉન્ટર કરવાનું વિચારી રહ્યો હતો. તેના ધ્યાનમાં એક વ્યક્તિ પહેલેથી જ હતો. તેનો  પાસર્પોટ પણ તેના ઘરેથી મળી આવ્યો હતો.

વાઝે યોદના બનાવી હતી કે, ઓરંગાબાદથી ચોરી થયેલી કારમાં બે લોકોનું એન્કાઉન્ટર કરી દેશે. અને લોક સમજશે, એન્ટિલિયા કેસ પુર્ણ થઇ ગયો. તેની ચોરી થયેલી કારની નંબર પ્લેટ એનઆઇએને મીઠી નદીમાંથી મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં મુકેશ અંબાણીના ઘર પાસે એસયુવી કારમાં જિલેટિનની સ્ટીક મળી આવી હતી. ત્યાર બાદ મન્સુખ હિરેનની લાશ મળી આવી હતી. સસ્પેન્ડેડ  પોલીસ અધિકારી સચીન વાઝે પર આરોપ લાગ્યો હતો, અને તેની ઘરપકડ 13 માર્ચે કરવામાં આવી હતી.