Not Set/ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને ‘દેશભક્ત’ ગણાવતાં નિવેદન બદલ લોકસભામાં માંગી માફી

રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હોવાના નિવેદનમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં માફી માંગી છે. પ્રજ્ઞા સિંહે પક્ષ અને સરકાર દ્વારા સમન્સ પાઠવ્યા બાદ માફી માંગી છે. રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હોવાના નિવેદનમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે  લોકસભામાં માફી માંગી છે. પ્રજ્ઞા સિંહએ પક્ષ અને સરકાર દ્વારા સમન્સ પાઠવ્યા બાદ […]

Top Stories India
370920 pragya thakur સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને 'દેશભક્ત' ગણાવતાં નિવેદન બદલ લોકસભામાં માંગી માફી

રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હોવાના નિવેદનમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં માફી માંગી છે. પ્રજ્ઞા સિંહે પક્ષ અને સરકાર દ્વારા સમન્સ પાઠવ્યા બાદ માફી માંગી છે.

રાષ્ટ્રપિતાના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હોવાના નિવેદનમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે  લોકસભામાં માફી માંગી છે. પ્રજ્ઞા સિંહએ પક્ષ અને સરકાર દ્વારા સમન્સ પાઠવ્યા બાદ માફી માંગી છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગૃહમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે જો મારા અગાઉના કોઈપણ નિવેદનોથી કોઈને દુ:ખ થયું હોય તો હું આ માટે માફી માંગુ છું. આ સાથે, પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના કડક હુમલો કરતાં કહ્યું કે ગૃહના એક આદરણીય નેતાએ મને આતંકવાદી કહી છે.  પરંતુ  મારી સામે કોઈ આરોપો સાબિત થયા નથી, આમ કહેવું એ એક મહિલાનું અપમાન છે.

સાધ્વી પ્રજ્ઞાએ એક તરફ ગૃહમાં માફી માંગી હતી અને બીજી બાજુ એમ પણ કહ્યું હતું કે મારું નિવેદનને તોડી મરડી નાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હું મહાત્મા ગાંધીના વિચારો અને દેશ પ્રત્યેના તેમના યોગદાનનું સન્માન કરું છું. સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ કોંગ્રેસના સભ્યોએ હંગામો  કર્યો હતો.  આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે હવે સાધ્વી પ્રજ્ઞા એ  આ અંગે માફી માંગી લીધી છે અને હવે આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે જો આપણે આ મુદ્દા પર રાજકારણ કરીશું, તો યોગ્ય સંદેશ આખા વિશ્વમાં નહીં જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.