Not Set/ ભાજપના નેતાઓના નિધન અંગેનું સાધ્વી પ્રજ્ઞાનું વાહિયાત નિવેદન : વિપક્ષ “મારણ શક્તિ”નો પ્રયોગ કરી રહ્યું છે

ભોપાલના ભાજપના સાંસદ, સાધ્વી પ્રજ્ઞા સિંગ ઠાકુર જે હંમેશા તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે વધુ એક વાહિયાત નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર માટે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના નેતાઓના અવસાન અંગે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપના નેતાઓ […]

Top Stories India Politics
1 pragya ભાજપના નેતાઓના નિધન અંગેનું સાધ્વી પ્રજ્ઞાનું વાહિયાત નિવેદન : વિપક્ષ “મારણ શક્તિ”નો પ્રયોગ કરી રહ્યું છે

ભોપાલના ભાજપના સાંસદ, સાધ્વી પ્રજ્ઞા સિંગ ઠાકુર જે હંમેશા તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે વધુ એક વાહિયાત નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર માટે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના નેતાઓના અવસાન અંગે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભાજપના નેતાઓ સામે “મારણ શક્તિ”નો ઉપયોગ કરી રહી છે.

સાધ્વીએ કહ્યું, ‘એકવાર એક મહારાજે મને કહ્યું કે, અમારો સમય ખરાબ ચાલી રહ્યો છે. અને વિરોધીઓ કંઈક કરી રહ્યા છે. તેઓ ભાજપ સામે “મારણ શક્તિ”નો ઉપયોગ કરી રહ્યા છે. પછીથી તેમણે જે કહ્યું તે હું ભૂલી ગઈ છું, પણ હવે જ્યારે હું મારા વરિષ્ઠ નેતાઓને એક પછી એક જતા જોઉં છું, ત્યારે મને મહારાજ જી ના શબ્દો વિશે વિચારવાની ફરજ પડી છે, શું તે સાચા હતા? ‘

જોકે, ભાજપના નેતાઓએ સાધ્વીના નિવેદનથી પોતાને અળગા રાખ્યા છે. મધ્યપ્રદેશના વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવ અને રાષ્ટ્રીય મહામંત્રીએ સાધ્વીના નિવેદન પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ કોંગ્રેસે સાંસદના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. સાધ્વી તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે લાઈમ લાઇટમાં રહે છે.

સાંસદો ગટર સાફ કરવા માટે બનાવવામાં આવતા નથી

પ્રજ્ઞા ઠાકુરે મધ્યપ્રદેશના સિહોરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત યોજના સંબંધિત એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમે ગટર સાફ કરવા માટે સાંસદ બન્યા નથી. તેમણે કહ્યું કે અમે ગટર સાફ કરવા સાંસદ બન્યા નથી. તમારા શૌચાલયો સાફ કરવા માટેતો બિલકુલ નહીં. જે કામ મેટ સાંસદ બન્યા છીયે તે, પ્રમાણિકતાથી કરીશું.

નાથુરામ ગોડસે દેશભક્ત હતા

લોકસભાની ચૂંટણી દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. જે લોકો તેને આતંકવાદી કહે છે તેણે પોતાની અંદર ડોકિયું કરવાની જરૂર છે. આવા લોકોને આ ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.