Women's Day/ સફેદ રણમાં ગુજરાતભરનાં સાધ્વીજીઓ, મહિલા સંતોની શિબિર : મહિલા સશક્તિકરણની ઉજવણી

ગુજરાતભરનાં સાધ્વીજીઓ, મહિલા સંતોની શિબિર કચ્છના સફેદ રણ, ધોરડોમાં યોજવામાં આવશે. જેમાં સાધ્વી ઋતંભરાજી, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજી, ડો. ભારતીબેન પવાર, સાધ્વી નિરંજન જ્યોતિ તથા યશોદાદીદી વિશેષ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપશે.

Gujarat Others Trending
Untitled 1 4 સફેદ રણમાં ગુજરાતભરનાં સાધ્વીજીઓ, મહિલા સંતોની શિબિર : મહિલા સશક્તિકરણની ઉજવણી

8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કચ્છમાં અનોખી રીતે કરવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવેલું છે. ગુજરાતભરનાં સાધ્વીજીઓ, મહિલા સંતોની શિબિર કચ્છના સફેદ રણ, ધોરડોમાં યોજવામાં આવશે. જેમાં સાધ્વી ઋતંભરાજી, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીજી, ડો. ભારતીબેન પવાર, સાધ્વી નિરંજન જ્યોતિ તથા યશોદાદીદી વિશેષ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપશે.

આ શિબિરના આયોજનની વ્યવસ્થાના ભાગરૂપે આજે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ પ્રસંગે સાંસદ ચાવડાએ ઉપસ્થિત મહિલા’ આગેવાનો અને હોદ્દેદારોને અપીલ કરી હતી કે, આ ત્રણ દિવસના કાર્યક્રમને’ સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપી અને સંકલન તથા વ્યવસ્થામાં મદદરૂપ બને. પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહિલા સશક્તિકરણના પ્રખર હિમાયતી છે, ત્યારે’ મહિલા સશક્તિકરણ તથા સમાજ સંસ્કૃતિમાં મહિલાઓનું વિશેષ યોગદાન મળી રહે તથા મહિલાઓને પણ આગળ વધવાની સમાન તક મળે તે માટે ચિંતન અને મનન કરવા માટેના વિષયો આ શિબિરમાં’ સમાવવામાં આવશે. સામાજિક તથા રાજકીય રીતે મહિલાઓની ભાગીદારી વધે અને તેમને પણ નેતૃત્વની સમાન તક મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

આ શિબિરનું આયોજન પણ તેના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે આપેલી માહિતી મુજબ તા. 7મી માર્ચના કચ્છમાં ગુજરાતભરમાંથી સાધ્વીજીઓ અને મહિલા સંતોનું આગમન થશે અને તા. 8 માર્ચના ધોરડો સફેદ રણમાં શિબિર યોજવામાં આવશે જે શિબિરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વર્ચ્યુઅલી જોડાશે.

તા. 9મી માર્ચના તમામ સાધ્વીજીઓ અને મહિલા સંતો ધોરડોથી માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર દર્શનાર્થે જશે અને રાત્રે ભુજના સ્વામિનારાયણ મંદિરે કાર્યક્રમનું સમાપન થશે. બેઠકના પ્રારંભે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રભાઇ પટેલે તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી.

બેઠકમાં કચ્છ જિ. પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા મહામંત્રી શીતલ શાહ, જિલ્લા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, યુવા મોરચા પ્રમુખ તાપસ શાહ, અનુ. જાતિ મોરચા પ્રમુખ અશોક હાથી, બક્ષીપંચ મોરચા પ્રમુખ માવજીભાઇ ગુંસાઇ સહિત જિલ્લા ભાજપ હોદ્દેદારો, તમામ મંડલના પ્રમુખો, જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો, ભુજ શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ukraine Crisis/ રશિયાએ યુક્રેનના આ વિસ્તારો પર કબજો કર્યો!: ઝેલેન્સકીને આ રીતે લાચાર બનાવી રહ્યા છે પુતિન

Ukraine Crisis/ એક હીરો આ પણ : જેને યુધ્ધમાં થતાં વિસ્ફોટથી ડર નથી લાગતો પણ ડરે છે ભૂખથી..