Rajkot Gamezone Tragedy/ સા‘ગઠિયા’એ પોતાનો જ 18 કરોડનો ખોલ્યો ખજાનો

રૂપિયા ગણવા એસીબીએ મશીન મંગાવ્યું, 14 કલાકથી લાગ્યો વધુ સમય

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 07 03T180815.057 સા‘ગઠિયા’એ પોતાનો જ 18 કરોડનો ખોલ્યો ખજાનો

Rajkot News : મનપાના તત્કાલીન ટીપીઓ અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા પાસેથી અત્યારસુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012થી 2024 સુધી સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કરતા તેમની સામે ગુનો નોંધાયો હતો. ગઈકાલે ફરી તેની ઓફિસ પર તપાસ કરવામાં આવતા વધુ 18 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. જેમાં રોકડ રકમ ગણવા એસીબીએ મશીન મગાવવું પડ્યું હતું. 18 કરોડની મતાની ગણતરી કરવા એસીબીને સાડા ચૌદ કલાક લાગી હતી. સાગઠિયાની ઓફિસ પણ હાઇટેક હતી. જેમાં દરેક દરવાજા અને ડોર સાગઠિયાની ફિંગર પ્રિન્ટ પાસવર્ડથી ખૂલી રહ્યાં હતાં.

સાગઠિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાગઠિયા પોતાની સમગ્ર કારર્કિદી દરમિયાનના સમગ્ર પગારની બચત કરે તો પણ તેઓ 28 કરોડ રૂપિયાની મિલકત વસાવી શકે નહીં. આ કારણે તેની પાસેથી જે મિલકતો મળી આવી છે તે ખરેખર તેની બેનામી ખરીદેલી છે કે આવી મિલકતના તેઓ રખેવાળ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. ઓફિસ તેઓની હાજરીમાં ખોલાવવામાં આવેલ ત્યારે આ ઝવેરાતોનું વજન, મૂલ્યાંકન અને રોકડ રકમની ગણતરી 10 કલાકથી વધુ સમય ચાલી હતી.

આરોપી પાસે રહેલી બેન્ક ખાતાની તપાસ તેની હાજરીમાં જ કરવી જરૂરી છે. તેમજ તે મનપાના ખર્ચે વિદેશ પ્રવાસોમાં ગયેલા છે તે અંગે કોઈ વિગતો જણાવી નથી. આરોપીનાં પત્નીના નામે પેટ્રોલપંપ છે. તેમજ પુત્ર અને પુત્રીના નામે 12 વીઘા જમીન છે જે ખરીદ કરવા અંગે તેની પાસે સ્વતંત્ર આવકનાં કોઈ સાધનો નથી. પોતાના પરિવાર સાથે જુદા જુદા 4 દેશોમાં પ્રવાસ કરી આવેલ છે તેમ છતાં આટલી મોટી રોકડ રકમ અને ઝવેરાત મળી આવેલ છે તે દર્શાવે છે કે, તેણે તમામ પ્રકારે ભ્રષ્ટાચાર કરી હાલ જાહેર થયેલ છે તેના કરતાં ઘણી મોટી રકમની અપ્રમાણસર મિલકત વસાવેલ છે.

સરકાર તરફેની રજૂઆતોના અંતે ખાસ અદાલતે આરોપી મનસુખ સાગઠિયાને 6 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે.સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં SITની ટીમ દ્વારા જે-તે વખતે સાગઠિયાને સાથે રાખી આ ઓફિસની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોઈ કારણોસર તપાસ ન થતાં ક્રાઈમ બ્રાન્ચે આ ઓફિસને સીલ કરી દીધી હતી. ઓફિસના ડોરમાં સાગઠિયાના ફિંગર પ્રિન્ટ હતા. એસીબીએ ગઈકાલે અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠિયાની ધરપકડ કરી ટ્વીન સ્ટાર ટાવરમાં સીલ કરેલી ઓફિસે પહોંચી હતી.

જો કે, આ વખતે સાગઠિયાએ બીજો કોઈ વિકલ્પ નહીં હોવાથી પોતાના ફિંગર વડે બે ડોર ખોલી આપ્યાં હતાં. એટલું જ નહીં ઓફિસમાં જે તિજોરી હતી તેમાં ડિજિટલ લોક હતું. જેનો પાસવર્ડ પણ સાગઠિયાએ આપતાં એસીબીએ ડોર ખોલી જોતાં અંદરથી એકંદરે 18 કરોડની મતા મળી આવી હતી. સોમવારે રાત્રે 1.30 વાગ્યાથી શરૂ થયેલી એસીબીના પંચનામાની કાર્યવાહી ગઈકાલે સાંજે 4 વાગ્યા સુધી ચાલી હતી.ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ અંદાજે કિંમત રૂ.2 લાખ, સોનાના બિસ્કિટ તથા દાગીના આશરે 22 કિલોગ્રામ અંદાજે કિંમત રૂ.15 કરોડ, ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ અંદાજે કિંમત રૂ.2 લાખ, ડાયમંડ જ્વેલરી આશરે કિંમત રૂ.50 લાખ, રોકડ ચલણી નોટો રૂ.3,05,33,500, જુદા-જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિંમત આશરે રૂ.1,82,000, સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ-2 તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ-6 અંદાજે કિંમત રૂ.1.03 લાખરાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક ટ્વીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ટીપીઓ મનસુખ સાગઠિયા ઓફિસ ધરાવે છે. ઓફિસ અંગે થયેલા દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો મુજબ ટ્વીન સ્ટાર ટાવરમાં 901 નંબરની ઓફિસના દસ્તાવેજ 4 ડિસેમ્બર 2020ના થયા હતા.

જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા હતા. ઓફિસનો દસ્તાવેજ દિલીપ સાગઠિયાના નામે થયો હતો અને ઓફિસની ખરીદ કિંમત દસ્તાવેજમાં રૂ. 51,47,500 દર્શાવવામાં આવી છે. પ્લસ સ્ટેમ્પ ડ્યૂટી 2,52,300 અને રજિસ્ટ્રેશન ફી રૂ.52300 મળી કુલ રૂ.54,57,880 ચૂકવવામાં આવ્યા છે. આ પછી બે મહિના બાદ તે ઓફિસની પાવર ઓફ એટર્ની તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાના નામે થઈ હતી. આમ તે ઓફિસનો કબજો અને તેનો વહીવટ ટીપીઓ સાગઠિયાએ સંભાળી લીધો હતો.મનસુખ સાગઠિયાની ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 901ના દરવાજા પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, તા.11.2023 સુધીમાં રૂ.67333નો વેરો બાકી છે. જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું. જો કે, આ સીલ કોઈએ તોડી પણ નાંખ્યું હતું. આજે 6 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ વેચવાની વાત તો દૂર સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી હતી અને કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી