Not Set/ ડેસર તાલુકાના એક ગામે રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ત્રણ હવસખોર દ્વારા સગીરા ઉપર ગેંગરેપ 

ડેસર તાલુકાના એક ગામે ગત રાત્રિ દરમિયાન લગ્ન હોઇ વરઘોડો નીકળ્યો હતો. ધોરણ-૮માં અભ્યાસ કરતી ગામની એક સગીરા ઉ ૧૩ વર્ષ ૬ મહિના વરઘોડામાં સામેલ થઈ હતી.રાત્રે ૯ વાગ્યાના અરસામાં

Gujarat
aaropi 3 desar ડેસર તાલુકાના એક ગામે રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ત્રણ હવસખોર દ્વારા સગીરા ઉપર ગેંગરેપ 

સંદિપ જેસડીયા,ડેસર@મંતવ્ય ન્યૂઝ

ડેસર તાલુકાના એક ગામે ગત રાત્રિ દરમિયાન લગ્ન હોઇ વરઘોડો નીકળ્યો હતો. ધોરણ-૮માં અભ્યાસ કરતી ગામની એક સગીરા ઉ ૧૩ વર્ષ ૬ મહિના વરઘોડામાં સામેલ થઈ હતી.રાત્રે ૯ વાગ્યાના અરસામાં લગ્ન નો વરઘોડો રોકાયો હતો,ત્યાં સગીરા મંદિરના ઓટલા ઉપર બેઠી હતી તે દરમિયાન ગામનો ચિરાગ બાબુભાઈ માછી તેની બાજુમાં ઓટલા ઉપર આવીને બેસી જઈને ‘ ચાલ મારી સાથે તેમ જણાવી સગીરાનો હાથ પકડી મંદિરની પાછળના ભાગે અંધારામાં ખેંચીને લઇ ગયો હતો.

aaropi 2 desar ડેસર તાલુકાના એક ગામે રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ત્રણ હવસખોર દ્વારા સગીરા ઉપર ગેંગરેપ 

સ્પીકરનો અવાજ હોવાથી ગામના બીજા કોઈ વ્યક્તિ જાણે તે પહેલા ગામના બીજા હવસખોર યુવાનો ભુપેન્દ્ર કાંતિભાઈ માછી અને પરેશ ઉર્ફે બટાકી મનુભાઈ માછી પણ નક્કી કરેલી જગ્યા ઉપર જઈ ચઢ્યા હતા.મંદિરની પાછળ આવેલા સુમસામ ખેતરમાં સગીરાને લઈ જઈ ત્રણેઉ ભેગા મળીને તેને પકડી રાખી ચિરાગે તેના કપડા ઉતારી નાખ્યા હતા.અને વાસના ભૂખ્યા વરુની જેમ વારાફરતી ત્રણે જણા સગીરા ઉપર તૂટી પડ્યા હતા,અને સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો.

aaropi 1 desar ડેસર તાલુકાના એક ગામે રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ત્રણ હવસખોર દ્વારા સગીરા ઉપર ગેંગરેપ 

નાના છોકરાઓની ચહલપહલ થતાં થોડી બુમાબુમ થતાં ઘટના સ્થળેથી ચિરાગ ભુપેન્દ્ર અને પરેશ ઉર્ફે બટાકી ભાગી છૂટયા હતા.ધોરણ-૮માં અભ્યાસ કરતી સગીરાના માતા-પિતા ને જાણ થતાં તેઓ બેબાકળા બની ગયા હતા.તેઓના ફુવા દીકરીને ઘરે લાવ્યા હતા.સગીરાએ હવાસખોરો ના નામો જણાવતાં આરોપી ઓના ઘરે તપાસ કરી હતી.પરંતુ ત્રણેય હવસખોર યુવાનો ભાગી છૂટયા હતા.સગીરાના પિતાએ 181 ઉપર ફોન કરી વિગતે જાણ કરી હતી ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ રાત્રી દરમિયાન એક આરોપી પરેશ ઉર્ફે બટાકી ને ઝડપી પાડયો હતો.જ્યારે અન્ય બે આરોપીઓ ની શોધ ખોળ પોલીસ કરી રહી છે.

નાનકડા ગામમાં રાત્રી દરમિયાન સામૂહિક બળાત્કારની ઘટના બનતા ડેસર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.સ્થાનિક જાગૃત નાગરિકો આરોપીઓ ઉપર ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા હતા.અને ચોરે ને ચોટે જણાવતા હતા કે આવા ગુનાહિત કૃત્ય આચરનાર ને સખ્તમા સખ્ત સજા થાય તેવી સ્થાનિક ગ્રામજનો માંગણી કરી રહ્યા છે, ડેસર પોલીસે IPC કલમ ૩૬૩,૩૭૬(ડી) ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

sago str 29 ડેસર તાલુકાના એક ગામે રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ત્રણ હવસખોર દ્વારા સગીરા ઉપર ગેંગરેપ