Botad News/ સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય……

Gujarat
Image 2024 08 29T111331.029 સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

Botad News: બોટાદમાં (Botad) સાળંગપુર હનુમાન દાદાને અનોખા વાઘા પહેરાવાયા છે. શ્રી કષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. દાદાને અત્તર-પરફ્યુમનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાનાં વાઘા ખાસ વૃંદાવનમાં બનાવવામાં આવ્યા છે.

Image 2024 08 29T111505.882 સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત 29 તારીખના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને વિવિધ પ્રકારના આલ્કોહોલ વગરના અત્તર કે પરફયુમનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા – અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યું છે.

Image 2024 08 29T111559.918 સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

આજે દાદાને પહેરાવાયેલા વાઘા વિશે કોઠારી સ્વામીએ જણાવ્યું કે, આજે કષ્ટભંજન દાદાને સફેદ રંગમાં વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના આ સફેદ રંગના વાઘા પ્યોર સિલ્કના કાપડના છે. આ વાઘા વૃંદાવનમાં બનાવડાવવામાં આવ્યા છે. જેમાં જરદોશી વર્ક કરાયું છે. આ સાથે વાઘામાં ફુલ અને વેલની ડિઝાઈન પણ છે.

Image 2024 08 29T111700.950 સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

આજે શ્રાવણ મહિનાની એકાદશી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને આલ્કોહોલ વગરના અત્તર અને પર્ફ્યૂમનો શણગાર કરાયો છે. શણગાર માટે 1200થી વધુ અત્તર કે પર્ફ્યુમ લંડન, દુબઈ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતના અલગ-અલગ રાજ્યમાંથી મંગાવ્યા છે. સિંહાસને શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો છે. અત્તર અને પર્ફ્યુમનું કલેક્શન કરતાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પછી અલગ-અલગ મંદિરમાં ઠાકોરજી માટે મોકલી આપવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીહરિ મંદિરમાં ભક્તોએ દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર

આ પણ વાંચો:કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા

આ પણ વાંચો:સાળંગપુરમાં કષ્ટભંજનદેવને હિમાલયની ઝાંખીનો શણગાર કરાયો