Surat News : સુરતમાં કોઇપણ પ્રિસ્ક્રિપશન વિના નશાકારક સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેને પગલે મેડિકલ સ્ટોર પર SOG તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કતારગામ GIDC ખાતેની શ્રી વિનાયક મેડીસીન્સ સ્ટોરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસમાં સંચાલક ભાવેશ ચનિયારા નશાકારક સિરપનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. તબીબના કોઇપણ જાતના પ્રિસ્ક્રિપશન વિના તે નશાનો સામાન વેચતો હોવાનું માલુમ પડ્યું છે. ભાવેશ ચનિયારા નશાયુક્ત સિરપનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તે સિવાય મેડીકલ સ્ટોર પરથી 48 નશાયુક્ત સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતના વરેલીમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
આ પણ વાંચો: સુરત પોલીસની સફળ કામગીરી, મહિલાને આપઘાતના પ્રયાસથી બચાવી
આ પણ વાંચો: સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત
