Bollywood/ સલીમ ખાને અમિતાભ બચ્ચનને આપી આ સલાહ, શું બિગ બી માનશે તમની વાત?

અમિતાભ બચ્ચન એવા હીરો છે, જે આજે પણ એન્ગ્રી યંગમેનનું પાત્ર ભજવી શકે જોકે, હવે તેમના જેવા અભિનેતા માટે કોઈ વાર્તા કે રોલ બાકી રહ્યો નથી….

Entertainment
અમિતાભ

દરેક વ્યક્તિ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું સન્માન કરે છે અને તેમને પ્રેરણા તરીકે લે છે. અભિનેતાની કારકિર્દી 5 દાયકા લાંબી રહી છે અને આ સમય દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ કરી છે. આજે 79 વર્ષની ઉંમરે પણ બિગ બી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તેઓ ટીવી શો કરે છે અને ઘણી જાહેરાતો પણ કરે છે. તેઓ ઇન્ડસ્ટ્રીના સૌથી મહેનતુ અભિનેતાઓમાંનો એક છે. પરંતુ બિગ બી સાથે 10 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પટકથા લેખક સલીમ ખાનનું માનવું છે કે હવે બિગ બીએ નિવૃત્ત થઈને પોતાને થોડી રાહત આપવી જોઈએ.

આ પણ વાંચો :નુસરત જહાંના ફોટાથી થયો ખુલાસો, એક્ટ્રેસ યશ દાસગુપ્તા સાથે કરી લીધા લગ્ન!

a 225 સલીમ ખાને અમિતાભ બચ્ચનને આપી આ સલાહ, શું બિગ બી માનશે તમની વાત?

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન સલીમે કહ્યું કે બચ્ચન જીએ જે પણ હાંસલ કરવું હતું, તેમણે તે કરી બતાવ્યું છે. પરંતુ હવે તેઓએ પણ પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ અને જે જોઈએ તે કરવું જોઈએ. સ્વીકાર્યું કે તે એક તેજસ્વી અભિનેતા છે પરંતુ હવે તેમણે પોતાની જાતને વ્યાવસાયીકરણની આ દોડમાંથી બહાર ફેંકી કરવી જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે ‘નિવૃતિની વ્યવસ્થા એટલા માટે હોય છે કે વ્યક્તિ જીવનના કેટલાક વર્ષો તેમની ઈચ્છા પ્રમાણે પસાર કરે. શરૂઆતના વર્ષ ભણતર અને શીખવામાં પસાર થઈ જાય છે. પછી તમારા પર પરિવાર જ નહીં પત્ની-બાળકોની પણ જવાબદારી આવે છે. મારી દુનિયાને જ જોઈ લો. ખૂબ સીમિત છે. જે લોકો સાથે પણ સવારે વોક કરવા જાઉ છું તે તમામ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે’.

a 226 સલીમ ખાને અમિતાભ બચ્ચનને આપી આ સલાહ, શું બિગ બી માનશે તમની વાત?

આ પણ વાંચો : તાપસી પન્નુ અને ફિલ્મ રશ્મિ રોકેટની ટીમ નવરાત્રી ઉજવવા આવશે અમદાવાદ

તેમણે આગળ કહ્યું કે, ‘અમિતાભ બચ્ચન એવા હીરો છે, જે આજે પણ એન્ગ્રી યંગમેનનું પાત્ર ભજવી શકે જોકે, હવે તેમના જેવા અભિનેતા માટે કોઈ વાર્તા કે રોલ બાકી રહ્યો નથી. અમારી ફિલ્મોએ ટેક્નોલોજી, સંગીત અને એક્શનમાં ઘણો સુધારો કર્યો છે. પરંતુ, અમારી પાસે એક સારી વાર્તા નથી.

સલીમ ખાન અને અમિતાભ બચ્ચને વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘જંજીર’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રાણ અને જયા બચ્ચન પણ લીડ રોલમાં હતા. આ સિવાય તેઓ ‘શોલે’ જેવી આઈકોનિક મૂવી પણ આપી ચૂક્યા છે. આ સિવાય તેમણે દીવાર, મજબૂર, ડોન, ત્રિશુલ, કાલા પથ્થર અને દોસ્તાના જેવી ફિલ્મો પણ સાથે કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :અક્ષય કુમારે પૂર્ણ કર્યું ફિલ્મ રક્ષાબંધનનું શૂટિંગ, જાણો ક્યારે થશે રિલીઝ

આ પણ વાંચો :અનુજ કાપડિયા સાથે અનુપમાએ પ્લેનમાં કર્યો રોમેન્ટિક ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો