Birthday/ બિગ બોસના મંચ પર સલમાન ખાને કાપી બર્થડે કેક, જુઓ તસવીર

સલમાને પહેલા જ કહ્યું હતું કે તે આ વર્ષનો જન્મદિવસ પહેલાની જેમ ઉજવશે નહીં. તેમણે તેમના ચાહકોને વિનંતી કરી કે તેમના જન્મદિવસ પર તેમના ઘરની બહાર એકઠા ન થાય, કેમ કે તે ઘરે નહીં હોય. બોલિવૂડ એક્ટર સલમાન ખાને 55 મો જન્મદિવસ મનાવ્યો હતો જો કે સલમાને પહેલા જ કહ્યું હતું કે તે આ વર્ષનો […]

Entertainment
salman birthday બિગ બોસના મંચ પર સલમાન ખાને કાપી બર્થડે કેક, જુઓ તસવીર

સલમાને પહેલા જ કહ્યું હતું કે તે આ વર્ષનો જન્મદિવસ પહેલાની જેમ ઉજવશે નહીં. તેમણે તેમના ચાહકોને વિનંતી કરી કે તેમના જન્મદિવસ પર તેમના ઘરની બહાર એકઠા ન થાય, કેમ કે તે ઘરે નહીં હોય.

બોલિવૂડ એક્ટર સલમાન ખાને 55 મો જન્મદિવસ મનાવ્યો હતો જો કે સલમાને પહેલા જ કહ્યું હતું કે તે આ વર્ષનો જન્મદિવસ પહેલાની જેમ ઉજવશે નહીં. તેણે તેના ચાહકોને વિનંતી કરી કે તેમના જન્મદિવસ પર તેમના ઘરની બહાર એકઠા ન થાય, કેમ કે તે ઘરે નહીં હોય. ભલે સલમાન આ વર્ષે તેનો જન્મદિવસ નથી મનાવી રહ્યો, પરંતુ બિગ બોસે તેનો ખાસ દિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. બિગ બોસના સ્ટેજ પર સલમાન ખાનનો જન્મદિવસ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો.

Bigg Boss 14 promo: Salman Khan celebrates 55th birthday with Jacqueline  Fernandez and Raveena Tandon on the sets of Bigg Boss 14

વીકએન્ડનમાં રવિના ટંડન અને જેકલીન ફર્નાન્ડિઝ સલમાન સાથે એપિસોડમાં જોવા મળી રહી છે. સલમાને સાથે મળીને બિગ બોસના સ્ટેજ પર પોતાની બર્થ-ડે કેક કાપી હતી.

એટલું જ નહીં, બિગ બોસના પૂર્વ સ્પર્ધક અને સલમાનની પસંદીદા શહનાઝ ગિલ પણ આ શોમાં જોવા મળશે. શહનાઝે સલમાન સાથે ખૂબ જ ડાન્સ કર્યો હતો અને તેની સ્ટાઇલમાં તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Cake tasting

શનિવારે સલમાન ખાને તેના પનવેલ ફાર્મહાઉસની બહાર પેપારાઝી અને પત્રકારો સાથે કેક કાપી હતી. સલમાન તેના અંતિમ લુકમાં જોવા મળ્યો હતો.

Raveena Tandon, Shehnaaz Gill, Jacqueline Fernandez celebrate Salman Khan's  birthday on Bigg Boss 14

સલમાને બ્લુ રંગનો શર્ટ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું. સાથે જ બિયર્ડ લૂક તેના પર જોવા મળી રહ્યો હતો.

salman birthday બિગ બોસના મંચ પર સલમાન ખાને કાપી બર્થડે કેક, જુઓ તસવીર

સલમાન ખાન સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ટ્રેન્ડ કરી રહ્યો છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સતત એક્ટરને શુભેચ્છા પાઠવતા હોય છે. બોલિવૂડ સ્ટાર્સે અલગ અલગ અંદાજમાં બોલિવૂડ સુલતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.