Not Set/ સુનીલ ગ્રોવરની મદદ માટે આગળ આવ્યો સલમાન ખાન, હાર્ટ સર્જરી બાદ પર્સનલ ડોકટરોની ટીમ રાખી રહી  છે ધ્યાન

સુનીલ ગ્રોવરની  સર્જરી બાદથી સલમાન ખાનના પર્સનલ ડોક્ટરોની ટીમ સુનીલની દેખરેખ કરી રહી છે. સલમાન પોતે પણ હાર્ટ સર્જરી પછી સુનીલ ગ્રોવરની પળ પળના સમાચાર લઈ રહ્યો છે.

Entertainment
સુનીલ ગ્રોવરની

કોમેડિયન સુનીલ ગ્રોવરની હાલમાં જ હાર્ટ સર્જરી થઈ છે. સુનીલને બે દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વાસ્તવમાં, સુનીલ ગ્રોવરને એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તપાસ કર્યા બાદ ડોક્ટરોએ ચાર બ્લોકેજ હોવાનું જણાવ્યું હતું. આ પછી સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ હવે ખુદ સલમાન ખાન પોતાના કો-સ્ટાર સુનીલ ગ્રોવરની મદદ માટે આગળ આવ્યો છે.

આ પણ વાંચો :બર્થ સર્ટિફિકેટમાં આ છે અભિષેક બચ્ચનનું અસલી નામ, એકટતે નહતું કરવું આ કામ

રિપોર્ટ્સ અનુસાર, સુનીલ ગ્રોવરની  સર્જરી બાદથી સલમાન ખાનના પર્સનલ ડોક્ટરોની ટીમ સુનીલની દેખરેખ કરી રહી છે. સલમાન પોતે પણ હાર્ટ સર્જરી પછી સુનીલ ગ્રોવરની પળ પળના સમાચાર લઈ રહ્યો છે. જો સલમાનની નજીકના સૂત્રોનું માનીએ તો સુનીલ ગ્રોવર તેની ખૂબ નજીક છે. જ્યારથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી સલમાનના પર્સનલ ડોક્ટરોની ટીમ તેના સ્વાસ્થ્યની કાળજી લઈ રહી છે. હવે જ્યારે સુનીલ ગ્રોવરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે સલમાને તેની મેડિકલ ટીમને સુનીલ ગ્રોવરના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખવા કહ્યું છે.

aaa 4 4 સુનીલ ગ્રોવરની મદદ માટે આગળ આવ્યો સલમાન ખાન, હાર્ટ સર્જરી બાદ પર્સનલ ડોકટરોની ટીમ રાખી રહી  છે ધ્યાન

સુનીલ ગ્રોવરની સર્જરી વિશે સાંભળીને કપિલ શર્મા પણ ચોંકી ગયો…

જ્યારે કોમેડિયન કપિલ શર્માને સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી વિશે ખબર પડી ત્યારે તે પણ ચોંકી ગયો હતો. એક ઈન્ટરવ્યુમાં કપિલે કહ્યું- હું સુનીલના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું. મેં તેને મેસેજ કર્યો છે, પણ જો તે હમણાં જ ડિસ્ચાર્જ થઈ ગયો છે, તો તેણે મેસેજ જોયો નથી. આ સમયે તેમને આરામની જરૂર છે. તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના.

5 વર્ષ પહેલા કપિલ સાથે થયો હતો ઝઘડો… 

આપને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરે કપિલ શર્માના શોમાં કામ કર્યું છે. જોકે, બાદમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો અને વર્ષ 2017માં બંને અલગ થઈ ગયા હતા. ભલે બંને સાથે કામ નથી કરતા પરંતુ હજુ પણ સારા મિત્રો છે. સુનીલ ગ્રોવરે સનફ્લાવર, તાંડવ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ જોવા મળી ચૂક્યો છે. થોડા દિવસો પહેલા સુનીલ ગ્રોવરે સલમાન ખાન સાથે ધ બેંગ ધ ટૂર રીલોડેડમાં પરફોર્મ કર્યું હતું.

aaa 4 3 સુનીલ ગ્રોવરની મદદ માટે આગળ આવ્યો સલમાન ખાન, હાર્ટ સર્જરી બાદ પર્સનલ ડોકટરોની ટીમ રાખી રહી  છે ધ્યાન

આ પણ વાંચો :‘કોઈ… મિલ ગયા’ની નાની ટીના બની છે સાઉથની સુપરસ્ટાર, જુઓ લેટેસ્ટ ફોટો…

આ પણ વાંચો :લતા મંગેશકરની હાલત ગંભીર, વેન્ટિલેટર પર ખસેડાયા

આ પણ વાંચો :વર્ષો પહેલા આ બીમારીથી ઝઝૂમી રહ્યો હતો અભિષેક બચ્ચન, જાણીને તમે પણ વિશ્વાસ નહીં કરો

આ પણ વાંચો :પ્રતિક સહજપાલ લક્ઝરી કાર છોડીને ઓટો રિક્ષામાં કરી સવાર, આ બિગ બોસ સ્ટાર મિકા સિંહ સાથે આ પ્રોજેક્ટમાં કરશે કામ