Video/ સલમાન ખાન પનવેલના રસ્તાઓ પર ઓટો ચલાવતો મળ્યો જોવા, વીડિયો વાયરલ

સલમાન ખાનને પનવેલમાં તેના ફાર્મહાઉસમાં સાપ કરડ્યો હતો. અભિનેતાને તાત્કાલિક નવી મુંબઈના કામોથેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો…

Entertainment
સલમાન ખાન

સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દબંગ ખાન પનવેલના રસ્તાઓ પર ઓટો ચલાવતો જોવા મળ્યો હતો. વીડિયો સામે આવતા જ ચાહકો તેના દિવાના થઈ ગયા હતા. અભિનેતા, જેણે સપ્તાહના અંતે તેના પનવેલ ફાર્મહાઉસમાં તેનો 56મો જન્મદિવસ ઉજવ્યો હતો, તે તાજેતરમાં શેરીઓમાં ઓટો-રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. સલમાનના ફેન્સ આ વીડિયોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. ઓટો-રિક્ષા ચલાવતી વખતે સલમાન ખાને વાદળી ટી-શર્ટ અને કેપ પહેરી હતી.

આ પણ વાંચો : સલમાન ખાનને તેના જન્મદિવસ પર કેટરીના કૈફ, શિલ્પા શેટ્ટી અને જેકલીન ફર્નાન્ડિઝ તરફથી મળી આ મોંઘી ગિફટો…

વીકએન્ડમાં સલમાન ખાનને પનવેલમાં તેના ફાર્મહાઉસમાં સાપ કરડ્યો હતો. અભિનેતાને તાત્કાલિક નવી મુંબઈના કામોથેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને રવિવારે સવારે તેને રજા આપવામાં આવી હતી. સાપ ઝેરી ન હતો, તેથી કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. મીડિયા સાથે વાત કરતાં અભિનેતાએ કહ્યું, “મારા પપ્પાએ મને પૂછ્યું કે શું થયું? સાપ જીવતો છે? તો મેં કહ્યું હા, ટાઈગર જીવતો છે, સાપ પણ જીવતો છે.”

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન તાજેતરમાં રિયાધ, સાઉદી અરેબિયાથી પાછો ફર્યો છે જ્યાં તેણે ધ-બેંગ રીલોડેડ ટૂરનું નેતૃત્વ કર્યું હતું. અભિનેતાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ જેકલીન ફર્નાન્ડીઝ સાથે કિક 2 અને કેટરિના કૈફ સાથે ટાઇગર 3 માં જોવા મળશે.

આ પણ વાંચો :કપૂર ફેમિલીમાં ફુટયો કોરોના બોમ્બ, બોલિવૂડ એકટર અર્જુન કપૂર અને તેની બહેન કોરોના પોઝિટિવ

સલમાન ખાન હાલમાં ટીવી રિયાલિટી શો બિગ બોસ 15 ના હોસ્ટ તરીકે જોવા મળે છે. સલમાન ખાન છેલ્લે મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ આખરીમાં જોવા મળ્યો હતો, જેમાં સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા પણ હતા. સલમાને તેના જન્મદિવસ પર બજરંગી ભાઈજાનની સિક્વલની જાહેરાત પણ કરી છે.

આ પણ વાંચો :‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ અકસ્માત બાદ આવ્યો ભાનમાં, જાણો હેલ્થ અપડેટ્સ’

આ પણ વાંચો :લગ્ન પછી હવે પત્રલેખાને નહીં પણ રાજકુમાર રાવ આને કરે છે પ્રેમ!

આ પણ વાંચો :ભારતી સિંહે બેબી બમ્પને ફ્લોન્ટની તસ્વીરો શેર કરીને જાણો શું કહ્યુ….