Not Set/ મલાઈકા અરોરા પોતાના પર લખવા જઈ રહી છે પુસ્તક, જાણો કયા સવાલોના આપશે જવાબ

બી-ટાઉનની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાએ મોડલ તરીકે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યાર પછી તેણે બોલીવુડમાં ઘણા આઈટમ સોંગ કર્યા સાથે  ફિલ્મોમાં પણ પોતાની કિસ્મત અજમાવી છે

Trending Entertainment
9 1 2 મલાઈકા અરોરા પોતાના પર લખવા જઈ રહી છે પુસ્તક, જાણો કયા સવાલોના આપશે જવાબ

બી-ટાઉનની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાએ મોડલ તરીકે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તેણે બોલીવુડમાં ઘણા આઈટમ સોંગ કર્યા સાથે  ફિલ્મોમાં પણ પોતાની કિસ્મત અજમાવી છે. હાલમાં અભિનેત્રી ઘણા ટીવી શોમાં જજ તરીકે પોતાની આગવી શૈલીથી લોકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ આ બધા મલાઇકાને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે અને તે છે ફિટનેસ ક્વીન છે.  48 વર્ષની ઉંમરમાં પોતાની ફિટનેસથી લોકોને મંત્રમુગ્ન કરી રહી છે. જો કે તે અર્જુન કપુર સાથેના અફેરને લઇને પણ ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ હવે  અભિનેત્રી લેખિકા બનવા જઈ રહી છે, જેના વિશે તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે.

મલાઈકા અરોરાએ પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા કહ્યું છે કે, “મારો ધ્યેય હંમેશા સ્વાસ્થ્ય વિશેના મારા વિચારોને દુનિયાની સામે રાખવાનો છે. પુસ્તક મને લોકો સાથે મારો પરિપ્રેક્ષ્ય શેર કરવામાં મદદ કરશે. મારો મત એ છે કે સારા સ્વાસ્થ્યને અંદરથી પ્રોત્સાહન આપવું જોઈએ.”

મલાઈકા અરોરા હંમેશા યોગ અને વર્કઆઉટને લઈને આગળ રહે છે. એટલું  જ નહીં, તે ફિટનેસ અને હેલ્થને લગતી ઘણી બ્રાન્ડ્સ સાથે પણ જોડાયેલી છે. તેમનો પોતાનો યોગ સ્ટુડિયો પણ છે, જેનું નામ ‘સર્વ યોગ’ છે. અભિનેત્રીનો હેતુ લોકોને ફિટ રાખવાનો છે અને તેથી જ તે ફિટનેસ અને સ્વાસ્થ્ય વિશે એક પુસ્તક લખશે. મલાઈકા અરોરા તેના પુસ્તકમાં યોગ પર ધ્યાન આપવા અને સમયસર જમવા જેવા અનેક સવાલોના જવાબ લખશે.

નોંધનીય છે કે મલાઈકા અરોરાએ વર્ષ 2021માં તેની ડિલિવરી-ઓન્લી ફૂડ સર્વિસ ‘ન્યૂડ બાઉલ્સ’ શરૂ કરી હતી, જેમાં તેણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે મેનુ તૈયાર કર્યું હતું. મલાઇકા અને અરબાઝખાનનો એક પુત્ર અરહાન ખાન છે પરંતુ તે પોતાની ફિટનેસ અને સુંદરતાથી યુવા અભિનેત્રીઓને પણ માત આપે છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડના ભાઇજાનની આ ભાભી હાલ અર્જુન કપુર સાથે રીલેશનમાં છે તો વળી સલમાન ખાનના ઘણા પારિવારીક કાર્યક્રમમાં પણ જોવા મળે છે. જીવનમાં જે ચાહ્યું તે પ્રાપ્ત કરનાર મલાઇકાનું સપનું હવે લેખીકા બનીને લોકોની મદદ કરવાનું છે.