Covid-19/ અમદાવાદવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા

અમદાવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા

Top Stories Ahmedabad Gujarat
KEVADIYA SAFARI પાર્ક 24 અમદાવાદવાસીઓને સલામ, કોરોના સામેની લડાઇમાં મોટી સફળતા

દિવાળી બાદ એક એવો કોરોનાનો વાયરો આવ્યો કે અમદાવાદ શહેરમાં હોસ્પિટલો ફૂલ થવા લાગી હતી.  હાઇકોર્ટમાં મામલો પણ પહોંચી ગયો અને રાજય સરકારને કડક આદેશો કરવા પડ્યા.  દિવસના કર્ફ્યુથી લઇ રાત્રિ કર્ફ્યુ હવે રંગ લાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક મહિના પહેલા જ્યાં માત્ર 261 બેડ જ ખાલી રહ્યા હતા ત્યાં હવે 2466 કોરોના બેડ ખાલી રહ્યા છે.

Coronavirus: Ahmedabad reports 50 new COVID-19 cases, 5 deaths in past 24 hours

  • હોસ્પિટલોમાં 20 નવેમ્બરે 261 કોરોના બેડ હતા ખાલી
  • હવે 105 હોસ્પિટલોમાં 2466 બેડ છે ખાલી
  • એક મહિનાની સાચવણી હવે લાવી છે રંગ
  • માઇક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યા પણ હવે માંડ 25

અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ વધેલા કોરોના કેસોમાં ઘટાડો થવા માડ્યો છે. માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા ઘટીને 25 જેટલી થઈ ગઈ છે. આજે મંગળવારે સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 105 ખાનગી હોસ્પિટલમાં 2466 જેટલા બેડ ખાલી છે. જ્યારે 7 જેટલા કોવિડ સેન્ટરમાં 418 બેડમાંથી 410 જેટલા બેડ ખાલી છે. હોસ્પિટલોમાં આઇસોલેન વોર્ડના 1022, HDUના 938, ICU વેન્ટિલેટર વગર 352 અને ICU વેન્ટિલેટરના 154 બેડ ખાલી છે.

WHO suggests Ahmedabad Covid-19 measures as case study: Gujarat government | India News - Times of India

20 નવેમ્બરથી 20 ડિસેમ્બરનો એક મહિનો

20 નવેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં માત્ર 261 જેટલા બેડ ખાલી હતાં. જેમાં આઈસોલેશન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વિના 23 અને ICU વેન્ટિલેટર સાથેના 32 બેડ ખાલી હતાં.

1,009 new cases take Gujarat's COVID-19 tally near 65,000 mark, Ahmedabad's largest mall sealed- The New Indian Express

  • 20 નવેમ્બરે AMC હોસ્પિટલની સ્થિતિ
  • 72 ખાનગી હોસ્પિટલ261 બેડ ખાલી
  • આઇસોલેશન વોર્ડ 150 વોર્ડ
  • HDU વોર્ડ 56
  • ICU વેન્ટિલેટર23
  • ICU વેન્ટિલેટર32

300 જેટલા બેડ SVP હોસ્પિટલમાં કોરોના માટે રખાયા

SVP હોસ્પિટલમાં પણ હવે કોવિડ સિવાય એટલે કે નોન કોવિડ સેવાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. 1 હજાર બેડમાંથી હવે માત્ર 300 જેટલા બેડ SVP હોસ્પિટલમાં કોરોના માટે રાખવામાં આવ્યા છે. બે ફ્લોર પર જ કોરોનાની સારવાર ચાલુ રાખવામાં આવી છે. જ્યારે બાકીના ફ્લોર પર અન્ય કોવિડ સેવાઓ ચાલી રહી છે.

  • અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત ઘટતા કેસ
  • છેલ્લા 8 દિવસમાં દૈનિક 250થી ઓછા કોરોના કેસ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત આઠમા દિવસે શહેરમાં 250થી ઓછા કેસ નોંધાયા છે.

Covid-19 / સલામ છે માસિક ધર્મ દરમિયાન પણ કલાકો સુધી PPE કીટ પહેરીને ફરજ…

Junagadh / સિંહ બન્યો માનવભક્ષી, 14 વર્ષીય દીકરીને ફાડી ખાધી…

Amreli / રાજ્યભરના ખેડૂતોમાં વધતો ગાય આધારિત ખેતીનો ટ્રેન્ડ…

Cricket / સર ડોન બ્રેડમેનની ડેબ્યૂ ટેસ્ટ કેપ આટલા કરોડમાં વેચાઇ, ભાવ ત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…