ડ્રગ્સ કેસ/ નવાબ મલિકે ‘સમીર દાઉદ વાનખેડે’ કહેતા સમીરની પત્નીએ કહ્યું…..

સમીર વાનખેડે પત્નીનું નિવેદન: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડેનું કથિત જન્મ પ્રમાણપત્ર જારી કર્યું હતું, ત્યારબાદ હવે સમીર વાનખેડેની પત્નીએ ટ્વિટ કરીને આરોપો પર સ્પષ્ટતા આપી છે.

Top Stories India
phone 28 નવાબ મલિકે 'સમીર દાઉદ વાનખેડે' કહેતા સમીરની પત્નીએ કહ્યું.....

સમીર વાનખેડે પત્નીનું નિવેદન: મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડેનું કથિત જન્મ પ્રમાણપત્ર જારી કર્યું હતું, ત્યારબાદ હવે સમીર વાનખેડેની પત્નીએ ટ્વિટ કરીને આરોપો પર સ્પષ્ટતા આપી છે. વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ પણ ટ્વિટર પર તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

ક્રાંતિ રેડકર વાનખેડેએ ટ્વિટ કર્યું, “હું અને મારા પતિ સમીર જન્મથી હિન્દુ છીએ. અમે ક્યારેય અન્ય ધર્મમાં પરિવર્તન પામ્યા નથી. અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. સમીરનાં પિતા પણ હિન્દુ છે, જેમણે  મુસ્લિમ સાસુ સાથે લગ્ન કર્યા છે, સમીર સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પહેલાથી પરણ્યો હતો અને વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતા. અમારા લગ્ન હિંદુ મેરેજ એક્ટ હેઠળ વર્ષ 2017માં થયા હતા.”

 

શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુંબઈ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર સતત આરોપ લગાવી રહ્યા છે. સોમવારે, તેમણે એક કથિત જન્મ પ્રમાણપત્ર ટ્વિટ કર્યું અને સાથે લખ્યું, “સમીર દાઉદ વાનખેડેનું બનાવટી કામ અહીંથી શરૂ થયું.”

નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો અને કહ્યું, “સમીર વાનખેડે એક નકલી વ્યક્તિ છે. તેનું જન્મ પ્રમાણપત્ર સમીર દાઉદ વાનખેડેનું છે. તે જન્મ પ્રમાણપત્ર સાથે છેડછાડ કરે છે અને તેના પિતાએ ધર્માંતરણ કર્યા પછી તેના નામમાં સુધારો કર્યો છે.”

 

સમીર વાનખેડેએ શું કહ્યું?

સમીર વાનખેડેએ મંત્રીની ટીકા કરતા કહ્યું કે તેમનું પગલું અપમાનજનક છે અને તેમના પરિવારની ગોપનીયતા પર હુમલો છે. વાનખેડેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોમાં મંત્રી દ્વારા કરવામાં આવેલા કામથી મને અને મારા પરિવારને ભારે માનસિક અને ભાવનાત્મક દબાણમાં મુકવામાં આવ્યું છે.”

નવાબ મલિકે પોસ્ટ કરેલી તસવીરમાં NCB અધિકારીના પિતાનું નામ દાઉદ છે. વાનખેડેએ કહ્યું કે તેના પિતાનું નામ જ્ઞાનદેવ છે જે એક્સાઇઝ ઓફિસર હતા.

ભુજ / BSF હેડ ક્વાર્ટરમાંથી ગદ્દાર BSFનો કોન્સ્ટેબલ ઝડપાયો

T20 Cup / ભારતની હારની ઉજવણી કરતા પાકિસ્તાનીઓએ કર્યો હવાઈ ગોળીબાર, 12ના મોત