Gujarat Election/ ગુજરાતના પોલીસ વડાએ સરહદી જિલ્લામાં આચારસંહિતા કડક અમલીકરણ માટે કરી સમીક્ષા બેઠક

ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે

Top Stories Gujarat
5 1 2 ગુજરાતના પોલીસ વડાએ સરહદી જિલ્લામાં આચારસંહિતા કડક અમલીકરણ માટે કરી સમીક્ષા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતા તા. 3/11/2022થી આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, આદર્શ ચૂંટણી સંહિતા મામલે ગુજરાતના ડીજીપી  આશિષ ભાટીયાએ સરહદી વિસ્તારોમાં આચારસંહિતાનો ચુસ્ત પાલન થાય તે અંગે નિર્દેશ આપ્યા છે. તેમણે સરહદી વિસ્તારમાં આવેલા જિલ્લામાં પોલીસ અધિકારી અને નોડલ ઓફિસરોને ખાસ તાકીદ કર્યા હતા કે દારૂ,હથિયારો,ઘૂસણખોરી ન થાય તે અંગે તકેદારી રાખે. તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરીને તેની તપાસ કરે.

ઉલ્લેખનીય છે કે વીડિયો કોન્ફરન્સ દ્વારા આશિષ ભાટિયાએ જિલ્લા પોલીસ વડા અને નોડલ ઓફિસરનો આદર્શ આચારસંહિતા અમલી કરાવે અન કોઇપણ રીતે ઘૂસણખોરી થાય નહી અને તમામ ચેકપોસ્ટ પર એલર્ટ રહેવા આદેશ આપ્યા છે. નોંધનીય છે કે આ વખતે ચૂંટણીમાં કોઇ અનિચ્થનીય બનાવ ન બને તે પહેલા ગુનાહિત ધરાવાત ખૂંખાર ગુનેગારોની અટકાયત સબિત આર્મ જપ્ત અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ ચૂંટણીનુંઆયોજન થાય તે અંગે પણ સલાહ સૂચનોની આદાનપ્રદાન થઇ હતી.