Technology/ સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો

સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એરપોર્ટના પ્રવક્તાએ ફોનને ઓળખી કાઢ્યો હતો. અને તેને સેમસંગનો ગેલેક્સી A21 સ્માર્ટફોન હોવાનું કહ્યું. ફોનમાં આગ કેમ લાગી તેની તપાસ હજુ ચાલુ છે.

Tech & Auto
સેમસંગ ગેલેક્સી A21

સેમસંગ ગેલેક્સી એ સિરીઝના લોકપ્રિય સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલાસ્કા એરલાઇન્સના વિમાનમાં આ ફોનમાં આગ લાગી હતી. દુર્ઘટના સમયે વિમાન સિએટલ-ટાકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ફોનમાં આગ લાગવાની આ ઘટનાથી પ્લેનમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

મારુતિ 8 સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો

જેના કારણે એરલાઈન્સના કર્મચારીઓએ મુસાફરોને ઝડપથી બહાર કાવા માટે સ્લાઈડ ખોલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી A21 ફોન વિમાનના કાર્ગો હોલ્ડમાં હતો અને તેમાંથી નીકળતા ધુમાડાને રોકવા માટે અગ્નિશામક અને બેટરી કન્ટેનર બેગનો ઉપયોગ કરવો પડ્યો હતો.

 

એરપોર્ટ પ્રવક્તાએ ફોન ઓળખી કાઢ્યો

આ અકસ્માતમાં ફોન સંપૂર્ણપણે બળી ગયો હતો અને અધિકારીઓને તેને ઓળખવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જોકે, બાદમાં સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એરપોર્ટના પ્રવક્તાએ ફોનને ઓળખી કાઢ્યો હતો. અને તેને સેમસંગનો ગેલેક્સી A21 સ્માર્ટફોન હોવાનું કહ્યું. ફોનમાં આગ કેમ લાગી તેની તપાસ હજુ ચાલુ છે. ઘટના સમયે ક્રૂ મેમ્બર્સ સહિત 128 મુસાફરો પ્લેનમાં સવાર હતા. રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Technology / મારુતિ લાવી રહ્યું છે નવી હાઇબ્રિડ કાર, ડ્રાઇવિંગ કરતી વખતે થશે ચાર્જ

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે

Technology / ગૂગલ મેપમાં ઉમેરાશે આ ખાસ સુવિધા, રસ્તામાં આવતા ટોલના ચાર્જ વિશે જણાવશે