Political/ પત્નીને EDનું સમન્સ મળતાં સંજય રાઉતે ભડક્યા, કહ્યું “મહિલાઓને નિશાન બનાવવુ કાયરતા”

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMC બેંક કૌભાંડમાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ આપ્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉત ભડકી ઉઠ્યા છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,

Top Stories India
varsh sanjay raut પત્નીને EDનું સમન્સ મળતાં સંજય રાઉતે ભડક્યા, કહ્યું "મહિલાઓને નિશાન બનાવવુ કાયરતા"

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMC બેંક કૌભાંડમાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ આપ્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉત ભડકી ઉઠ્યા છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમે કોઈથી ડરતા નથી” રાઉતે વધુમાં કહ્યું કે ઘરની મહિલાઓને નિશાન બનાવવું એ કાયરતા છે.

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઘરની મહિલાઓને લક્ષ્ય બનાવવી એ કાયરતા છે. અમે કોઈથી ડરતા નથી અને માંગ પ્રમાણે જ જવાબ આપીશું. ઇડીને કેટલાક કાગળો જોઈએ છે, જે અમે સમયસર રજૂ કર્યા છે.” રાઉતે વધુમાં કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં શરદ પવાર, એકનાથ ખડસે અને પ્રતાપ સરનાઇકને નોટિસ મળી છે અને હવે તમે મારા નામે એક ચર્ચા કરી રહ્યા છો. આ બધા લોકોએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે માત્ર એક કાગળ છે અને બીજું કંઈ નથી.”

PMC Bank Money Laundering Case: Shiv Sena Leader Sanjay Raut's Wife Summoned For The Third Time After She Skipped Earlier Two Summons

‘આવો જુઓ, તાકાત શું છે …

પત્નીને ઇડી સમન્સ મળ્યા બાદ સંજય રાઉતે શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે રવિવારે રાત્રે પોતાના ટ્વિટમાં લખ્યું, “આવો જોઇએ તો ખરે, કોનામાં કેટલી તાકાત છે, મજબૂતી સાથે સાથિયો તૈયાર રહો….” જોકે રાઉતે ટ્વીટમાં કોઈનું નામ લખ્યું ન હતું, પરંતુ ઇડી દ્વારા પત્નીને સમન્સ મળ્યા બાદ આ ટ્વિટ કરવામાં  આવ્યું હતું. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, સંજય રાઉતનું આ ટ્વિટ તેની પત્નીને મળેલા સમન્સની પ્રતિક્રિયા છે.

જાણો, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ શું કહ્યું? 

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે કેન્દ્ર પર આડકતરી રીતે નિશાન સાધતા આરોપ લગાવ્યો કે જે લોકો ભાજપની નીતિઓ અથવા રીતીઓની વિરુદ્ધ વાત કરે છે તેઓ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઇડીએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્નીને એક દિવસ અગાઉ પીએમસી બેંક મની લોન્ડરિંગ કેસમાં 29 ડિસેમ્બરના રોજ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. એનસીપીના વરિષ્ઠ નેતા દેશમુખે પત્રકારોને કહ્યું કે અગાઉ ક્યારેય પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) નો ઉપયોગ ક્યારેય મહારાષ્ટ્રમાં રાજકીય હેતુ માટે કરવામાં આવ્યો ન હતો.

રાઉતની પત્નીએ 29 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા

શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પીએમસી બેંક મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે 29 ડિસેમ્બરના રોજ હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. વર્ષા રાઉતને મુંબઇની સેન્ટ્રલ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ તેણીને આપવામાં આવેલું ત્રીજું સમન છે, જેની પહેલા તેણી આરોગ્યના આધારે બે વાર એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. તેમને પૂછપરછ માટે સમન મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ છૂટા કરવામાં આવ્યા છે. ઇડી વર્ષા રાઉત પાસેથી બેંકમાંથી ગેરકાયદેસર રકમની કથિત રીતે પ્રાપ્તિ વિશે પૂછપરછ કરવા માંગે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…