Not Set/ ઓબામાને શિવસેનાનો વળતો જવાબ , દેશ વિશે કેટલું જાણો છો..?

શિવસેના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે આ મામલે ઓબામાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની ટિપ્પણી નિંદાકારક હતી.

Top Stories India
tulsi 21 ઓબામાને શિવસેનાનો વળતો જવાબ , દેશ વિશે કેટલું જાણો છો..?

યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં વિવિધ રાજકીય મહાનુ ભાવો વિષે પોતાના મંતવ્યોનું વર્ણન કર્યું છે. જેમાં તેમને રાહુલ ગાંધીને નર્વસ અને નિમ્ન-લાયકાત ધરાવતા હોવાનું જણાવ્યું છે.  ઓબામાની આ ટીપ્પણીથી શિવસેના ગુસ્સામાં જોવા મળે છે. અને શિવસેના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે આ મામલે ઓબામાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની ટિપ્પણી નિંદાકારક હતી.

સંજય રાઉત ઓબામા પર સવાલ ઉઠાવતા, “વિદેશી રાજકારણી ભારતીય રાજકારણીઓ પર આ પ્રકારનો અભિપ્રાય આપી શકતા નથી, કારણ કે પાછળથી તેના પર ઘરેલું રાજકીય વલણ અસ્પષ્ટ છે.” અમે એવું કહ્યું નહોતું કે ‘ટ્રમ્પ ક્રેઝી છે’. તો ઓબામાને આ દેશ વિશે કેવી રીતે ખબર પડે? ” નોંધપાત્ર વાત એ છે કે બરાક ઓબામાની પુસ્તક – એ પ્રોમિસન્ડ લેન્ડ રિલીઝ થઈ છે. ન્યુ યોર્ક ટાઇમ્સે ઓબામાની આત્મકથાની સમીક્ષા કરી અને વિશ્વભરના નેતાઓ વિશે તેમણે જે કહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો.