Sanju samson/ સંજુ સેમસન ટી-20માં સળંગ બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં સંજુએ પોતાની T-20 આંતરરાષ્ટ્રીય કરિયરની સતત બીજી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.

Breaking News Sports

India Vs South Africa: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં સંજુએ પોતાની T-20 આંતરરાષ્ટ્રીય કરિયરની સતત બીજી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા સંજુ સેમસને બાંગ્લાદેશ સામેની T-20 મેચમાં પણ 111 રન બનાવ્યા હતા. આજની ઈનિંગ સાથે સંજુ સેમસને તેની T20 કારકિર્દીના 7 હજાર રન પણ પૂરા કરી લીધા છે.

આજની મેચમાં સંજુ સેમસને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જે બાદ સાઉથ આફ્રિકાના બોલરોએ ફેંકેલા બોલને આખા મેદાનમાં મોકલીને તેની અડધી સદીને સદીમાં ફેરવી દીધી હતી. આ દરમિયાન સંજુ સેમસને પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે 66 રનની ભાગીદારી કરી હતી.

આ સાથે, સંજુ સેમસન સતત બે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો. સંજુ સેમસન પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકકેન, દક્ષિણ આફ્રિકાના રિલે રોસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

જો સંજુ સેમસનના કરિયરની વાત કરીએ તો તેણે 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી સંજુ સેમસને તેની કારકિર્દીમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. અત્યાર સુધી સેમસન 4 વખત શૂન્ય પર આઉટ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, BCCIએ સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા  

આ પણ વાંચો: શ્રેયસ અય્યરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, ટી20 સ્ટાઈલમાં બેવડી સદી ફટકારી

આ પણ વાંચો: ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પંત ટોપ-10માં જયારે કિંગ કોહલી 10 વર્ષ પછી તેના સૌથી ખરાબ તબક્કામાં…