IPL 2021/ સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

સંજુ સેમસન Orange Cap ની રેસ માં શિખર ધવનથી માત્ર 2 રન પાછળ રહી ગયો હતો. ધવન પાસે હાલમાં Orange Cap છે. જ્યારે Purpal Cap માં RCB ખેલાડીની આસપાસ પણ કોઇ નથી.

Sports
Orange Cap and Purpal Cap

IPL ની દરેક મેચ બાદ Orange Cap અને Purpal Cap ની યાદીમાં ફેરફાર થઇ રહ્યો છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે IPL ની 43 મી મેચ બાદ પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં રોયલ્સ ચેલેન્જર બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતુ.

11 291 સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

આ પણ વાંચો – IPL 2021 / મુંબઈ બાદ રાજસ્થાન વિરુદ્ધ હર્ષલ પટેલે કર્યો કમાલ, તોડ્યો ચહલનો રેકોર્ડ

આ પહેલા બેટિંગ કરવા જતા રાજસ્થાન રોયલ્સનાં કેપ્ટન સંજુ સેમસને 21 રન બનાવ્યા હતા અને આ સાથે તે Orange Cap ની યાદીમાં રાહુલને પાછળ છોડી બીજા સ્થાને પહોંચી ગયો હતો. જો કે, સેમસન પાસે ધવનને પાછળ છોડીને Orange Cap પાછી લેવાની સુવર્ણ તક પણ હતી. પરંતુ તે આમ કરવામાં સફળ ન થઈ શક્યો અને 2 રનથી પાછળ રહી ગયો. RCB વતી, હર્શલે, આ મેચમાં 3 વિકેટ લેતા, તેની વિકેટની સંખ્યા 26 સુધી પહોંચી ગઇ છે અને તે ફરીથી બીજા ક્રમે આવેલા અવેશ ખાન કરતા 8 વિકેટ આગળ નીકળી ગયો છે. અવેશનાં નામે 18 વિકેટ છે. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. બંને ઓપનર બેટ્સમેન એવિન લુઇસ અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 77 રનની શાનદાર ભાગીદારી કરી હતી.

11 294 સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

જયસ્વાલનાં આઉટ થયા બાદ રાજસ્થાનનાં કેપ્ટન સંજુ સેમસન પાસે શિખર ધવનની Orange Cap પરત લેવાની તક મળી હતી. આ કરવા માટે, તેણે 24 રન બનાવવાની જરૂર હતી. સંજુએ ખૂબ સારી શરૂઆત કરી હતી. અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ શાહબાઝ અહમદનાં એક બોલ પર ખરાબ શોટ રમ્યા બાદ તે આઉટ થયો હતો. સંજુએ 21 રન બનાવ્યા હતા. અને તે શિખર ધવનથી 2 રન પાછળ રહ્યો હતો. સેમસન પાસે હવે 11 મેચમાં કુલ 452 રન છે. અને તે Orange Cap ની યાદીમાં રાહુલને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. તો શિખર ધવન 11 મેચમાં 454 રન સાથે ટોચ પર છે. વળી મેચમાં મેક્સવેલે પણ શાનદાર અડધી સદી રમી હતી. જે બાદ હવે તેના નામે કુલ 350 રન છે. અને તે Orange Cap ની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

11 293 સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ

આ પણ વાંચો – IPL 2021 / સ્ટીવ સ્મિથ Scoop શોટ મારવાના ચક્કરમાં ઈજાગ્રસ્ત, બીજા જ બોલમાં થયો Bold

RCB નાં બોલર હર્ષલ પટેલની બોલિંગનો આ IPL માં કોઈ બેટ્સમેન પાસે જવાબ નથી. અગાઉની મેચમાં હેટ્રિક લેનાર હર્ષલ રાજસ્થાન સામે તેની પ્રથમ 3 ઓવરમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. પરંતુ ઇનિગંની અંતિમ ઓવર અને તેના ક્વોટામાં હર્ષલે એક જ ઓવરમાં 3 વિકેટ લીધી હતી. તે આ ઓવરમાં ફરી એક વખત હેટ્રિક લેવાની અણી પર હતો. પરંતુ આમ કરવામાં સફળ ન થઈ શક્યો. આ શાનદાર પ્રદર્શન બાદ હવે હર્ષલે આ ટુર્નામેન્ટમાં 11 મેચોમાં 26 વિકેટ મેળવી છે. અને તે ફરીથી બીજા ક્રમે આવેલા અવેશ ખાનથી 8 વિકેટ આગળ છે. અવેશનાં નામે 18 વિકેટ છે.