જૂનાગઢ/ જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97માં વર્ષે નિધન,ભાવિકોમાં ઘેરોશોક વ્યાપયો

બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે

Gujarat
Untitled 16 2 જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97માં વર્ષે નિધન,ભાવિકોમાં ઘેરોશોક વ્યાપયો

આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે.

સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.

આ પણ  વાંચો:સ્વર કોકિલ કંઠી / લતાજીએે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું, ત્યારે નેહરુની આંખો ભીની થઈ હતી

તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે તેવું સેવકો પાસેથી જાણવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો:શ્રદ્ધાંજલિ / ગોવાના આ મંદિરના પૂજારી હતા લતાજીના દાદા, અહીંથી મળ્યું હતું મંગેશકરનું ઉપનામ