ahmedabad/ સરખેજનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં, ઋષિ ભારતી બાપુની ગેરહાજરીમાં હરીહરાનંદ બાપુએ લીધો કબજો

અમદાવાદ(Ahmedabad)નો ભારતી આશ્રમ (Bharati Ashram) ફરી વિવાદમાં (Controversey) સપડાયો છે. ભારતી આશ્રમ સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad: અમદાવાદ(Ahmedabad)નો ભારતી આશ્રમ (Bharati Ashram) ફરી વિવાદમાં (Controversey) સપડાયો છે. ભારતી આશ્રમ સરખેજ (Sarkhej) વિસ્તારમાં આવ્યો છે. ગત રાત્રે ભારતી આશ્રમ પર હરીહરાનંદ બાપુએ પોતાના 100 સમર્થકો સાથે આશ્રમનો કબજો લીધો. ભારતી આશ્રમમાં ગાદીને લઈને કોર્ટમાં વિવાદ ચાલતો હતો. ઋષિ ભારતી બાપુ આશ્રમનો દોઢ વર્ષની વહીવટ કરતા હતા. અગાઉ આશ્રમનો વહીવટ જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના હાથમાં હતો. તેમના સ્વર્ગવાસ બાદ ઘણા સમયથી ભારતી આશ્રમના સંચાલનને લઈને ચાલતો વિવાદ કોર્ટમાં પંહોચ્યો હતો. જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુએ ચાર આશ્રમોની સ્થાપના કરી હતી. આ ચાર આશ્રમોમાંથી ત્રણનું સંચાલન હરીહરાનંદ બાપુના હસ્તકે છે. પરંતુ સરખેજના આ ભારતી આશ્રમનો વહીવટ ઋષિ ભારતી કરતા હતા.

Mahant Hariharanand Bapu of Bharti Ashram has been a mystery for two days  in the dispute over the will of Sarkhej Ashram. | Sandesh

સરખેજના ભારતી આશ્રમને લઈને હરીહરાનંદ બાપુએ ઋષિ ભારતી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે ખોટું વસિયતનામું કરી આ આશ્રમ પચાવી પાડ્યો છે. સરખેજ આશ્રમની કિમંત અંદાજે 50 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. અને આથી આ ભારતી આશ્રમના વહીવટને લઈને વિવાદ વધુ વકર્યો છે. હરીહરાનંદ બાપુનો દાવો છે કે ત્રણ આશ્રમનું સંચાલન હું કરું છું તેથી આ ચોથા આશ્રમનો વહીવટ પણ હું જ કરીશ. ટ્રસ્ટ મંડળ પણ આ વાત સાથે સંમત છે. ટ્રસ્ટ મંડળ દ્વારા કમિશનર સમક્ષ ઠરાવ રજૂ કરાયો છે કે હરીહરાનંદ બાપુ જ સરખેજના ભારતી આશ્રમનું સંચાલન કરે. ગતરાતે પોતાના સમર્થકો સાથે ભારતી આશ્રમનો કબજો લીધા બાદ તેમણે કહ્યું કે હું અહીંયા જ અનુષ્ઠાન કરીશ. હવે પછી ચાતુર્માસનો જે બાકીનો સમયગાળો છે તે અંહી જ પસાર કરશે.

Mahamandleshwar Bharti Bapu passes away at his Sarkhej Ashram | DeshGujarat

હરીહરાનંદ બાપુ તેમના સમર્થકો સાથે ભારતી આશ્રમ પર કબજો કરવાના હોવાની પોલીસને માહિતી મળતા કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. 1000 સમર્થકો સાથે કબજો લીધા બાદ પોલીસે સમર્થકોને આશ્રમ બહાર જવાની સૂચના આપી હતી. ભારતી આશ્રમ પર હરીહરાનંદ બાપુએ કબજો લેવા મામલે ઋષિ ભારતી બાપુએ કહ્યું કે મામલો કોર્ટમાં છે. અને અમને કોર્ટ પર સંપૂર્ણ વિશ્વાસ છે. કોર્ટ જે નિર્ણય લેશે તે નિર્ણય આખરી રહેશે. અમે કોર્ટના નિર્ણયનું પાલન કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં સીઝનનો 100 ટકા વરસાદ ઓગસ્ટ પૂરો થતાં પહેલા જ પડી ગયો

આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસમાં સાત ઇંચથી વધુ વરસાદ, ઘટ પણ તેટલી જ

આ પણ વાંચો: અમદાવાદ વહેલી સવારથી વરસાદથી ભીંજાયુ, ધીમી ધારે સાર્વત્રિક વરસાદ