Not Set/ આ સરપંચે સ્વખર્ચે મહિલાઓ માટે મુકાવ્યા સેનેટરી પેડ્સ મશીન

રાજકોટ. ગુજરાતમાં રાજકોટ તાલુકાનાં મોટામવા ગામનાં સરંપચે એ વિશેષ પહેલી કરી છે. મોટામવા ગામનાં સરપંચે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે ઓટોમેટિક સેનેટરી પેડ મશીન સ્વખર્ચે મુકાવીને સ્વચ્છ ભારત અને મહિલા સશક્તિકરણમાં મહત્વની પહેલ કરી છે. આવી જ બાબતને સામાજિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે રાજકોટનાં મોટામવા ગામનાં સરપંચે વિજયભાઈ કોરાટે મહિલા સશક્તિકરણ મુદ્દે એક વિશેષ સોપાન ભર્યું […]

Rajkot
fjlkgjkjgfd આ સરપંચે સ્વખર્ચે મહિલાઓ માટે મુકાવ્યા સેનેટરી પેડ્સ મશીન

રાજકોટ.

ગુજરાતમાં રાજકોટ તાલુકાનાં મોટામવા ગામનાં સરંપચે એ વિશેષ પહેલી કરી છે. મોટામવા ગામનાં સરપંચે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે ઓટોમેટિક સેનેટરી પેડ મશીન સ્વખર્ચે મુકાવીને સ્વચ્છ ભારત અને મહિલા સશક્તિકરણમાં મહત્વની પહેલ કરી છે.

આવી જ બાબતને સામાજિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે રાજકોટનાં મોટામવા ગામનાં સરપંચે વિજયભાઈ કોરાટે મહિલા સશક્તિકરણ મુદ્દે એક વિશેષ સોપાન ભર્યું છે. મોટામાવાના આ સરપંચે ઓટોમેટિક સેનેટરી પેડ બનાવતા યાંત્રિક મશીન ગામમાં મુકાવ્યા છે. આપને જણાવી દઈએ કે તેમને આ યાંત્રિક મશીન સ્વખર્ચે મુકાવ્યા છે.

આ સેનેટરી પેડ્સનાં યાંત્રિક મશીનનાં લોકાર્પણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડિયાએ પોતાની ઉપસ્થિતિ આપી હતી. જયેશભાઇ રાદડિયા દ્વારા જ આ સેનેટરી પેડ્સ બનાવતા યાંત્રિક મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરપંચ વિજયભાઈ કોરાટે ગામના ત્રણ સ્થળોએ આ સેનેટરી પેડ્સ બનાવતા યાંત્રિક મશીનો લગાવ્યા છે. જેમાં એક મશીન આરોગ્ય કેન્દ્રમાં મુકવામાં આવ્યું છે, જયારે અન્ય બે યાંત્રિક મશીનો ગામની આંગણવાડીઓમાં મુકવામાં આવ્યા છે. આ યાંત્રિક મશીનોમાંથી બનતા સેનેટરી પેડ્સ મહિલાઓને એક રૂપિયાના ટોકનના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આવો જ બનાવ બન્યો છે. જેનાં કારણે આ મહિલાને “પેડવુમન”નું બિરુદ પણ પ્રાપ્ત થયું છે. અમદાવાદમાં સજા કાપી રહેલી એક મહિલાએ પણ સેનેટરી પેડ બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં કર્મા ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવી હતી અને સહિયારા પ્રયાસ સાથે આ પરિયોજના સફળ નીવડી હતી.

અક્ષય કુમારની ખુબ પ્રચલિત થયેલી મુવી “પેડમેન” બાદ સમજમાં મહિલાઓની માસિક ચક્ર જેવી અંગત બાબતો વિશે ખુબ જાગૃતિ આવી છે. સમાજમાં રહેલ આવી બાબતો વિશે જાહેરમાં વાત કરવી એ મહિલાઓ માટે ખુબ જ શર્મજનક વાત જણાતી હતી. પરંતુ આ સામાજિક ઉથ્થાન માટેની ફિલ્મની સિદ્ધિ બાદ આવી બાબતો વિશે લોકોમાં જાગૃતિ આવી છે. હવે મહિલાઓ જાહેરમાં માસિક ચક્ર અને વ્યક્તિગત સ્વચ્છતા જેવી બાબતો વિશે ચિંતામુક્ત કે કોઈ શરમ વગર વાત કરી શકે છે.