Not Set/ સારી લાઇફસ્ટાઇલથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટે છે

હેલ્થી લાઈફસ્ટાઈલ આજકાલ દરેક વ્યસ્ત વ્યક્તિનું સપનું બનીને રહી ગયુ છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલના કારણે પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. આવા સમયે સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ માટે બની છે. પોતાના રોજીંદા કામોના કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. પરંતુ શું તમે જાણો છો! આ વ્યસ્તતાનાં કારણે […]

Lifestyle
breast cancer men સારી લાઇફસ્ટાઇલથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઘટે છે

હેલ્થી લાઈફસ્ટાઈલ આજકાલ દરેક વ્યસ્ત વ્યક્તિનું સપનું બનીને રહી ગયુ છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલના કારણે પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. આવા સમયે સૌથી વધુ મુશ્કેલી મહિલાઓ માટે બની છે. પોતાના રોજીંદા કામોના કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. પરંતુ શું તમે જાણો છો! આ વ્યસ્તતાનાં કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.

આજે જ્યાં પ્રતિદિન પ્રદૂષણની સંખ્યા જનસંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યાં પોતાને હેલ્થી રાખવુ વધારે તકલીફ ભર્યુ બની ગયું છે. સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો પણ ઘટે છે.

ભારતીય મૂળના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ એક સંશોધનમાં સામે આવ્યુ છે કે, સ્વસ્થ જીવનશૈલીમાં સ્તન કેંસર વધવાનો ખતરો કેન્સરના ખતરા કરતાં વધુ હોય છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, વિકાસશીલ દેશોની મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો સૌથી વધારે હોય છે.

આ સંશોધનના નિષ્કર્ષથી જાણવા મળ્યુ કે, અમેરિકાની 30 વર્ષની ગોરી ચામડીવાળી મહિલાઓને સરેરાશ 80 વર્ષની ઉંમર સુધી સ્તન કેન્સર થવાની સંભાવના છે 11.3 ટકા રહેલી હોય છે.

જો કે, એલ્કોહોલનો ઓછો ઉપયોગ, વજન પર કાબુ અને હોર્મોન રિપ્લેસમેંટ થેરેપીથી બચવાથી સ્તન કેન્સરના મામલાને 30 ટકા ઘટાડી દે છે. આ સંશોધન જામા ઓંકોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. એક વખત મહિલાઓ આ વાતને સમજી જાય કે તેમના જીન તેમને કેન્સર હોવાની પુરી રીતે ભવિષ્યવાણી નહીં કરી શકતા. તેમને તેમની જીવનશૈલીમાં બદલાવ લાવવો પડશે, જેનાથી તે આ ઘાતક બિમારીથી બચી શકે છે.