Destination Wedding/ ઉનાળામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે આ જગ્યાઓ છે પરફેક્ટ, ખૂબ જ ઓછા બજેટમાં સેલિબ્રિટી જેવા લગ્ન કરી શકશો

બોલિવૂડના અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021 ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં શાહી અદાજમાં લગ્ન કર્યા હતા. તે દરમિયાન જો રિપોર્ટ્સનું માનીએ તો, બંનેએ તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ જેસલમેરના સૂર્યગઢ…………..

Lifestyle Relationships
Beginners guide to 22 2 ઉનાળામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે આ જગ્યાઓ છે પરફેક્ટ, ખૂબ જ ઓછા બજેટમાં સેલિબ્રિટી જેવા લગ્ન કરી શકશો

Lifestyle News: કેટલાક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે બીચ સાઇડને વધુ પસંદ કરે. આ માટે તમે ઓડિશા તરફ જઈ શકો છો. જેમ કે પુરી બીચ, ચાંદીપુર બીચ, પારાદીપ બીચ, ગોપાલપુર બીચ, આર્યપલ્લી બીચ જેવી બીજી ઘણી જગ્યાઓ છે જે તમારા લગ્ન માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે.

દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન સૌથી ખાસ ક્ષણોમાંથી એક હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના લગ્ન શાનદાર રીતે થાય જે તેમના માટે તેમજ તમામ સંબંધીઓ માટે યાદગાર બને. આ સંદર્ભમાં ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ હાલના દિવસોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે, આ પ્રકારના લગ્નમાં વધુ ખર્ચ થાય છે. આજ કારણે મોટાભાગના લોકો ઘરથી દૂર શાનદાર જગ્યાએ ફરવાનું સ્વપન અધૂરું રહી જાય છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો સમજી લો કે હવે તમારા સ્વપન સાકાર કરવાનો સમય આવી ગયો છે. આ લેખમાં, અમે તમને ભારતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું , જ્યાં તમે સરળતાથી સેલિબ્રિટી જેવા લગ્નનો અનુભવ કરી શકશો. આશ્ચર્યજનક વાત એ છે કે આનાથી તમને વધુ ખર્ચનો બોજ નહીં પડે.

WhatsApp Image 2024 03 22 at 5.49.44 PM ઉનાળામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે આ જગ્યાઓ છે પરફેક્ટ, ખૂબ જ ઓછા બજેટમાં સેલિબ્રિટી જેવા લગ્ન કરી શકશો

આ સ્થળો બીચ સાઇડ લગ્ન માટે પરફેક્ટ છે
અનેક લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે બીચ સાઇડને તેમની પ્રથમ પસંદગી કરતા હોય છે. તાજેતરમાં, પ્રખ્યાત ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ની અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે બીચ પર સાતફેરા લીધા હતા. તે જ સમયે, તેમના લગ્નની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અનેક લોકોને કૃષ્ણા મુખર્જીની બીચ પર લગ્ન કરવાની યોજના એકદમ પરફેક્ટ લાગી હતી. જો તમે પણ આવા લગ્ન માટે ગોવા અથવા માલદીવ જેવી જગ્યાએ જવાનું વિચારી કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તે તમારો ખરચો વધી શકે છે. તેના સિવાય તમે ઓડિશા તરફ જઈ શકો છો. પુરી બીચ, ચાંદીપુર બીચ, પારાદીપ બીચ, ગોપાલપુર બીચ, આર્યપલ્લી બીચ જેવી બીજી ઘણી જગ્યાઓ છે જે તમારા ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. પંરતું તમારે અહિં લગ્ન માટે સત્તાવાર મજુરી લેવી પડશે.

Events – Hotel Raj Mahal Orchha

રાજમહેલમાં લગ્નનું સ્વપન સાકાર થશે

બોલિવૂડના અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે 9 ડિસેમ્બર 2021 ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં શાહી અદાજમાં લગ્ન કર્યા હતા. તે દરમિયાન જો રિપોર્ટ્સનું માનીએ તો, બંનેએ તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે લગભગ 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પણ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભવ્ય લગ્નમાં સ્ટાર કપલે લગભગ 2 કરોડ 14 લાખ 80 હજાર રૂપિયા ખર્ચ કર્યો હતો. આવી સ્થિતિમાં, જો તમે પણ શાહી રાજમહેલમાં લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તે ખૂબ ઓછા બજેટમાં તમે શાહી લગ્ન કરી શકો છો. રાજસ્થાનના ઐતિહાસિક મહેલની મુલાકાત લેવાના ખર્ચથી બચવા માટે તમે મધ્યપ્રદેશ જવાનું પંસદ કરી શકો છો. અહીંનું માંડુ શહેર ઝડપથી ઓછા બજેટનું વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે.

હિલ સ્ટેશન પર દિવસ યાદગાર રહેશે
બીચ સાઇડ અથવા શાહી મહેલ તેના સિવાય, તમે પર્વતોમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો, તો વધુ વિચાર કરવાની જરુર નહી પડે ‘ક્વીન ઓફ હિલ્સ’ એટલે કે મસૂરી જઈ શકો છો. અહીં તમે ઓછા બજેટમાં તમારા ડેસ્ટિનેશન વેડિંગનું સ્વપન સરળતાથી પૂરું કરી શક્શો. મસૂરીની સુંદર પહાડીઓ વચ્ચે રિસોર્ટ અને હોટલમાં લગ્ન કરવાની એક અલગ જ મજા છે. તેના સિવાય તમે હિમાચલ પ્રદેશ તરફ પણ જઈ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…