Not Set/ સાઉદી અરેબિયા વિઝા ફીમાં છ ગણો વધારો, હજયાત્રીઓએ નોધાવ્યો વિરોધ

સાઉદી અરેબિયાએ તેની વિઝા ફીમાં લગભગ છ ગણો વધારો કર્યો છે, જેની અસર હજ યાત્રા પર થશે અને મુસાફરી મોંઘી થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા મુસ્લિમ દેશો સાઉદી અરેબિયાના આ પગલાથી નારાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે એક જ એન્ટ્રી વિઝા પર 93 ડોલર થી વધારીને 533 ડોલર નો ખર્ચ થશે. જ્યાં […]

World
કાબા સાઉદી અરેબિયા વિઝા ફીમાં છ ગણો વધારો, હજયાત્રીઓએ નોધાવ્યો વિરોધ

સાઉદી અરેબિયાએ તેની વિઝા ફીમાં લગભગ છ ગણો વધારો કર્યો છે, જેની અસર હજ યાત્રા પર થશે અને મુસાફરી મોંઘી થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા મુસ્લિમ દેશો સાઉદી અરેબિયાના આ પગલાથી નારાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે એક જ એન્ટ્રી વિઝા પર 93 ડોલર થી વધારીને 533 ડોલર નો ખર્ચ થશે. જ્યાં 6 મહિનાના મલ્ટિપલ વિઝા એન્ટ્રી માં 800 ડોલર  નો ખર્ચ થશે. એક વર્ષના વિઝા પર 1,333 ખર્ચ થશે. સુધારેલી વિઝા ફી તમામ પ્રવાસીઓ, ધાર્મિક અથવા વ્યવસાયિક મુલાકાતીઓને લાગુ પડશે. જો કે, પ્રથમ વખત મુસાફરી કરનારાઓને મુક્તિ આપવામાં આવી છે.

આ યોજના સાઉદી નાણાં અને અર્થશાસ્ત્રના મંત્રાલયોની ભલામણો પર આધારિત હતી, જે 2 ઓક્ટોબરના રોજ અમલમાં આવી હતી અને નવા ઇસ્લામી વર્ષની શરૂઆત સાથે લાગુ કરવામાં આવી છે.  નવા નિયમોને તેલ પર રાજ્યની અવલંબન ઘટાડવા અને ઇમિગ્રેશન ફી સહિત અન્ય ક્ષેત્રોમાં આવક વધારવા માટેના વ્યાપક અભિયાનના ભાગ રૂપે જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.