Not Set/ અજબ-ગજબ/ દિવાળીમાં થાય છે અહી કૂતરાઓની પૂજા, જાણો શું છે કારણ

દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. આ દિવસે લક્ષ્મી અને ગણેશજીની પૂજા આખા ભારતમાં કરવામાં આવે છે. પરંતુ ભારતનાં પાડોશી દેશ નેપાળમાં દિવાળી પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. જાણીને નવાઇ લાગશે પણ અહીં દિવાળી પર કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. તેને કુકુર ઉત્સવ કહેવામાં આવે છે. કૂતરા પાળેલા હોય કે શેરીમાં ભટકતા હોય, લોકો દરેકની પૂજા […]

Top Stories World
Dog Worship અજબ-ગજબ/ દિવાળીમાં થાય છે અહી કૂતરાઓની પૂજા, જાણો શું છે કારણ

દિવાળી એટલે પ્રકાશનો તહેવાર. આ દિવસે લક્ષ્મી અને ગણેશજીની પૂજા આખા ભારતમાં કરવામાં આવે છે. પરંતુ ભારતનાં પાડોશી દેશ નેપાળમાં દિવાળી પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. જાણીને નવાઇ લાગશે પણ અહીં દિવાળી પર કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. તેને કુકુર ઉત્સવ કહેવામાં આવે છે. કૂતરા પાળેલા હોય કે શેરીમાં ભટકતા હોય, લોકો દરેકની પૂજા કરે છે. તેના ગળા પર માળા પહેરવામાં આવે છે અને તેના કપાળ પર સિંદૂરથી તિલક લગાવવામાં આવે છે. કૂતરાઓની પૂજા કર્યા પછી તેમને ખોરાક આપવામાં આવે છે.

આ વર્ષે કુકુર ઉત્સવ 27 ઓક્ટોબરનાં રોજ ઉજવવામાં આવ્યો. નેપાળમાં કૂતરાઓની પૂજા કરવાની આ રીત મહાભારત સાથે સંકળાયેલી છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમને રસ્તામાં એક કૂતરો મળ્યો, જે તેમની સાથે ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ બધા ભાઈઓ અને પત્ની યુધિષ્ઠિરથી અલગ થઈ ગયા, પરંતુ કૂતરાએ તેમને છોડ્યા નહીં. આ પછી યુધિષ્ઠિરે કૂતરા વિના સ્વર્ગની અંદર જવાની ના પાડી.

કુકુર તહેવારમાં માનનારા લોકો કૂતરાને યમ દેવનો સંદેશવાહક માને છે. નેપાળી લોકો એમ પણ માને છે કે કૂતરાઓ તેમના મરણ પછી પણ તેમના માલિકની સુરક્ષા કરે છે. આ કારણો છે કે નેપાળમાં કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. નેપાળનો આ તહેવાર વિશ્વભરમાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સામે વિશેષ સંદેશ આપે છે. આ દિવાળીનાં તહેવાર બાદ તમે પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ રાખવાનો સંકલ્પ લો અને આવનારી તમામ દિવાળીને વધુ તેજસ્વી બનાવો. આ સંદેશ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.