રાજકોટ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં જાપાનીઝ લેંગ્વેજ લેબ ધમધમશે

ઉદ્યોગકારો માટે લેંગ્વેજ ભવન ફાયદારૂપ થશે. જાપાનીઝ ભાષા શીખી અહીંથી જ જાપાનના પ્રતિનિધિ સાથે અસરકારક કોમ્યુનિકેશન કરી શકાશે

Gujarat
Untitled 167 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં જાપાનીઝ લેંગ્વેજ લેબ ધમધમશે

ગુજરાતમાં આમતો ઘણી પ્રખ્યાત યુનિવર્સિટીઓ  આવેલી છે . તેમાં પણ સૌરાષ્ટ્રમાં  ખાસ કરીને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ દબદબો જોવા મળી રહ્યો છે  . ત્યારે અગાઉ  પણ જ લેબ બનવવાની જાહેરાત અગાઉ જ કરવામાં આવી હતી.  ત્યારે હવે આં વાત સાર્થક થવા જી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે  . જે અંતર્ગત ર25-26 નવેમ્બરના રોજ જાપાનનું પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યું છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન બનાવવા માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં કેમ્પસમાં જ ભાષા ભવન શરૂ કરવા યુનિવર્સિટીએ પ્રક્રિયા ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમદાવાદ / પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ

આ પ્રક્રિયા હેઠળ જ આગામી 25 અને 26મીએ જાપાન એમ્બસીના 4 પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લેશે. પ્રતિનિધિઓ યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળશે, કુલપતિ-ઉપકુલપતિ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે, યુપીએસસી ભવનની બાજુના બિલ્ડિંગમાં જ્યાં ભાષા ભવન બનવાનું છે તે સ્થળની મુલાકાત લેશે અને યુનિવર્સિટીમાં જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવાના કરાર થશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણી આ સમગ્ર કામગીરીનું સંકલન કરી રહ્યા છે અને અંગ્રેજી ભવનના ડૉ.સંજય મુખર્જીને કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી છે.

આ પણ વાંચો ;ગમખ્વાર અકસ્માત /  જેસલમેર ફરવા જઇ રહેલા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગોને આ પ્રોજેકટથી ખૂબ જ ફાયદો થશે. એમ પણ રાજકોટ ઉધોગોનું હબ છે આ ઉપરાત સૌરાષ્ટ્રના મોરબી અને જામનગરમાં કેટલાક એવા ઉધોગો છે તો આ નવી લેંગ્વેજ લેબ ખાસ ફાયદો કરાવી શકે તેમ છે.ઉદ્યોગકારો માટે લેંગ્વેજ ભવન ફાયદારૂપ થશે. જાપાનીઝ ભાષા શીખી અહીંથી જ જાપાનના પ્રતિનિધિ સાથે અસરકારક કોમ્યુનિકેશન કરી શકાશે. દુભાષિયા રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત ટૂરિઝમને પણ ફાયદો થશે.

આ પણ વાંચો :cold war / ચીને ચેતવણી આપી,આવી શકે છે શીત યુદ્ધ જેવો તબક્કો