Gujarat Rain News/ ગુજરાતના આ જિલ્લાઓમાં સાચવજો! વરસાદ અંગે અંબાલાલ પટેલની ડરામણી આગાહી

6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 06 02T174419.675 ગુજરાતના આ જિલ્લાઓમાં સાચવજો! વરસાદ અંગે અંબાલાલ પટેલની ડરામણી આગાહી

Ahmedabad News: રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જેમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. ત્યારે આવામાં રાજ્યમાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે  આગાહી કરતા જણાવ્યું કે, આગામી 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી જોવા મળશે. આગામી થોડા દિવસોમાં એટલે કે 4 જૂન સુધી પવનની ઝડપમાં વધારો નોંધવામાં આવી શકે છે, જ્યારે ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં તોફાની પવનો સાથે વિનાશક વરસાદ પડી શકે છે.

વરસાદ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં રોહિણી નક્ષત્રથી 6 જૂન સુધી વરસાદ પડશે.દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 8 જૂનથી અરબી સમુદ્રમાં હળવા દબાણની શક્યતા છે.8મી જૂને અરબી સમુદ્રમાં પવનના બદલાવને કારણે દરિયાઈ પ્રવાહ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂને વાદળો રહેશે. જ્યારે 28 જૂન સુધી રાજ્યમાં ચક્રવાત સાથે વરસાદની સંભાવના છે.

અંબાલાલની આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ચક્રવાત અને ભારે પવન સાથે ભારે વરસાદની સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે.

8 જૂને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. મુંબઈ-મહારાષ્ટ્રમાં 18 થી 20 જૂન દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યમાં ભારે પવન સાથે ચોમાસાનો વરસાદ અને વીજળી થવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી

આ પણ વાંચો: મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં

આ પણ વાંચો: ગરમીની સિઝનમાં ગાંધીનગરમાં કોલેરાનો કહેર, આરોગ્ય વિભાગ થયું એલર્ટ