Not Set/ જાહેરમાં શરમથી બચવા માટે તમારી આ આદતો બદલો!!

આ બાબતોની કાળજી લો. જો તમે જાહેરમાં આ નાની નાની બાબતો કરવાનું ચાલુ રાખશો તો તે તમને લોકો સામે શરમમાં મૂકી શકે છે. વોકિંગ કરતી વખતે, ડ્રાંઇવિંગ કરતી વખતે કે પછી કોઈની સાથે વાત કરતી વખતે ફોનમાં મેસેજ ના કરવા જોઈએ. કોઈની સાથે વાત કરતી વખતે ફોન પર રેહવું અસભ્ય લાગે છે. અને જો તમે […]

Lifestyle

આ બાબતોની કાળજી લો. જો તમે જાહેરમાં આ નાની નાની બાબતો કરવાનું ચાલુ રાખશો તો તે તમને લોકો સામે શરમમાં મૂકી શકે છે.

વોકિંગ કરતી વખતે, ડ્રાંઇવિંગ કરતી વખતે કે પછી કોઈની સાથે વાત કરતી વખતે ફોનમાં મેસેજ ના કરવા જોઈએ. કોઈની સાથે વાત કરતી વખતે ફોન પર રેહવું અસભ્ય લાગે છે. અને જો તમે રોડ ક્રોસ કરી રહ્યા હોવ તો ફોન માં ધ્યાન તમારા જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ માં  મુસાફરી કરતી વખતે જોર જોર થી વાતો કરવી ન જોઈએ. આવું કરવાથી લોકોનું ધ્યાન ભંગ થાય છે અને લોકોને મુશ્કેલી પડે છે.

સાર્વજનિક જગ્યા પાર બેસો ત્યારે જરૂરિયાત કરતા વધારે જગ્યા રોકવી તે પણ એક અસભ્યતા છે. તમે એવી રીતે ના બેસો કે તે પુરી જગ્યા તમે ખરીદી લીધી હોય. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે એક જાહેર સ્થળ છે અને તમારું વ્યક્તિગત સ્થાન નથી. તેથી તરત જ તમારી આદત બદલો.

જમવા સમયે પણ કેટલાક લોકો ખુબ અવાજ કરે છે, તે માત્ર એક ખરાબ આદત નથી, પણ લોકોમાં ચીડિયાપણું સર્જે છે. આ આદત પણ સમયસર બદલો.

દાંત વડે નખ ચાવવા એ પણ ખરાબ આદત છે. આ તમારી ઇમેજને બગાડે છે, આ ટેવ તમને બીમાર પણ બનાવે છે. તમારા હાથના ખતરનાક બેક્ટેરિયા તમારા પેટમાં પહોંચે છે.

જાહેર સ્થળે આળસ મરડવી એ પણ ખરાબ આદત છે. આ આદતથી તમારે  લોકો સામે શરમમાં મુકાવું પડે છે.