મચ્છર ઘણાં ગંભીર રોગ ફેલાવે છે, તેથી લોકો તેનાથી બચવા માટે વિવિધ પગલાં લે છે. ભારતમાં મચ્છરોને ભગાડવા માટે મોટાભાગના ઘરોમાં મચ્છર કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ ધુમાડો તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ બહુ ઓછા લોકો તેના પર ધ્યાન આપે છે.

મચ્છરો ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અનેક રોગો ફેલાવે છે. અને માટે જ તેમનાથી બચવું ખૂબ જરૂરી છે. આ માટે, મચ્છરદાની, મચ્છર નિવારક ક્રીમ, ઇલેક્ટ્રિક ઉપકરણો અને મચ્છર અગરબત્તીઓ બજારમાં આવે છે. મોટાભાગના ઘરોમાં કોઇલ, અગરબત્તી અથવા ફાસ્ટ કાર્ડ સળગાવવા એ સસ્તો અને સરળ ઉપાય માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોના મતે મચ્છર ભગાડનાર કોઇલમાંથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા જેટલો જ ખતરનાક છે. સૌથી ખતરનાક બાબત એ છે કે આપણે કોઇલ સળગાવીને રૂમ બંધ કરીએ છીએ.

તાઈવાન અને ચીનમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મચ્છર ભગાડનાર કોઈલમાં જોવા મળતું પાયરેથ્રિન ખૂબ જ ખતરનાક છે. અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંધ રૂમમાં 1 કોઇલ સળગાવવી એ 100 સિગારેટ પીવા જેટલી ખતરનાક છે.

SN એપ્લાઇડ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બંધ રૂમમાં લાંબા સમય સુધી કોઇલ સળગાવવાથી કેન્સર થઇ શકે છે. જો કે, આ અંગે વધુ અભ્યાસની જરૂર છે.

જો તમારા ઘરમાં અસ્થમાના દર્દીઓ, વૃદ્ધો અથવા બાળકો હોય, તો ખાસ કરીને મચ્છરની કોઇલ સળગાવવાનું બિલકુલ ટાળવું જોઈએ. જો કે, રોગોથી બચવા માટે તકેદારી જરૂરી છે.

મચ્છરોથી બચવા માટેના તમામ રાસાયણિક ઉપાયો આપણા માટે હાનિકારક છે. તેઓ ધીમે ધીમે આપણા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને બીમાર બનાવવાનું શરૂ કરે છે. કેમિકલ સ્પ્રે, સ્મોક આ બધું આપણા ફેફસાં માટે સારું નથી.

મચ્છરોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે પોતાને ઢાંકીને રાખવું. આખી બાંયના કપડાં પહેરો. મચ્છરદાની મૂકો. મચ્છર રેકેટનો ઉપયોગ કરો અને ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો. આજકાલ કપડાં પર રિપેલન્ટ લગાવવામાં આવે છે જે થોડા સુરક્ષિત છે, તેનો ઉપયોગ પણ કરી શકાય છે.
લો બોલો / ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન
સરકારી કર્મચારી આનંદો..! / નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ
