Not Set/ સ્વાસ્થ્ય માટે ફણગાવેલા કઠોળ કાચા ખાવા જોઇએ કે ઉકાળીને?…જાણો

સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા અનાજ…. સ્પ્રાઉટ્સને પોષણનું પાવર હાઉસ કહેવામાં આવે છે અને તેથી તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવું જોઇએ..તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. પાચનમાં સુધારો કરવા ઉપરાંત બ્લડ સુગરનું સ્તર સુધારવામાં અને હૃદયરોગથી બચાવવા માટે પણ મદદ કરી શકે છે. પરંતુ ઘણી વખત ફૂડ પોઇઝનિંગના કિસ્સા જોવા મળે છે. […]

Lifestyle

સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા અનાજ…. સ્પ્રાઉટ્સને પોષણનું પાવર હાઉસ કહેવામાં આવે છે અને તેથી તેને તમારા દૈનિક આહારમાં સામેલ કરવું જોઇએ..તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. પાચનમાં સુધારો કરવા ઉપરાંત બ્લડ સુગરનું સ્તર સુધારવામાં અને હૃદયરોગથી બચાવવા માટે પણ મદદ કરી શકે છે. પરંતુ ઘણી વખત ફૂડ પોઇઝનિંગના કિસ્સા જોવા મળે છે.

જ્યારે આપણે કોઈપણ આખા અનાજ, દાળ અથવા કઠોળ થોડા કલાકો માટે અથવા થોડા દિવસો માટે પાણીમાં પલાળીએ છીએ, ત્યારે તે ફણગે છે અને નાના છોડ બહાર આવે છે. આરોગ્ય નિષ્ણાતો અને ન્યુટ્રિશનિસ્ટ્સના મતે, ફણગાવાની પ્રક્રિયા પછી પોષક તત્ત્વોમાં વધારો થાય છે અને તે જ સમયે તે પચાવવાનું સરળ બને છે.

Image result for raw-sprouts-vs-boiled-sprouts-know-its-benefits-and-side-effects

બજારમાં મળી રહેલું આદુ અસલી છે કે નકલી, આ રીતે ઓળખો

કાચા ફણગાવેલા સ્પ્રાઉટ્સમાં હોય છે હાનિકારક બેક્ટેરિયા
ઘણી વખત સ્પ્રાઉટ્સ ખાધા પછી, કેટલાક લોકોને પેટમાં દુખાવો થાય છે અથવા ફૂડ પોઇઝનિંગની સમસ્યા હોય છે. આનું કારણ એ છે કે ઘણી વખત ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન ઇ.કોલાઇ અને સાલ્મોનેલ્લા જેવા હાનિકારક બેક્ટેરિયા પણ તેમાં ખીલે છે અને જ્યારે તમે કાચા સ્પ્રાઉટ્સ ખાશો ત્યારે આ બેક્ટેરિયા પેટમાં વધે છે. જે રોગ પેદા કરી શકે છે. આને કારણે, ઝાડા ઉલટી અને પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Image result for raw-sprouts-vs-boiled-sprouts-know-its-benefits-and-side-effects

જોકે મોટાભાગના લોકો કાચા ફણગાવેલા અનાજ ખાય છે, પરંતુ જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અથવા વૃદ્ધોએ કાચુ ફણગાવેલુ અનાજ ટાળવું જોઈએ. આ કરવાનો સરળ રસ્તો એ છે કે સ્પ્રાઉટ્સને ઉકાળો અથવા તેને થોડો રાંધો આમ કરવાથી, ફણગાવેલા અનાજમાં રેહલા બેક્ટેરિયા મરી જશે અને તમે બીમારથી બચી શકશો.