નવી દિલ્હી/ અંબાણી પરિવારની સુરક્ષા પર SC નો નિર્ણય, ત્રિપુરા હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવાના મામલે સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે.

Business
અંબાણી

મુંબઈમાં દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)  અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવેલી સુરક્ષાને પડકારતી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે ત્રિપુરા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની વેકેશન બેન્ચે 31મી મે અને 21મી જૂનના હાઈકોર્ટના બે આદેશોને પડકારતી કેન્દ્રની અરજી પર નોટિસ જારી કરી હતી.

મુંબઈની સુરક્ષાને ત્રિપુરા સાથે કોઈ લેવાદેવા નથી

બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, નોટિસ જારી કરવામાં આવે જેનો જવાબ 21 જુલાઈ સુધીમાં આપવાનો છે. દરમિયાન, 31 મે અને 21 જૂનના આદેશોના અમલીકરણ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે કહ્યું કે પીઆઈએલ પર હાઈકોર્ટમાં આગળની કાર્યવાહી પર પણ રોક લગાવવી જોઈએ કારણ કે મુંબઈમાં કોઈને પણ સુરક્ષા પૂરી પાડવાનો ત્રિપુરા સાથે કોઈ સંબંધ નથી.

જો કાર્યવાહી અટકાવવામાં નહીં આવે, તો તેણે ફરીથી કોર્ટનો સંપર્ક કરવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું. આના પર ખંડપીઠે મહેતાને કહ્યું, “જ્યારે અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુક્યો છે, તો શું તમને લાગે છે કે તમારે અહીં આવવાની જરૂર છે? જો જરૂરી હોય તો, અમે અહીં ઉપલબ્ધ છીએ.

વિકાસ સિન્હાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી

ત્રિપુરા હાઈકોર્ટે વિકાસ સિન્હા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર બે વચગાળાના આદેશો જારી કર્યા હતા અને કેન્દ્ર સરકારને અંબાણીને ખતરા અંગે ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી અસલ ફાઈલ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો, જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી.

આ પણ વાંચો:ઉધના પોલીસે NDPSનાં ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની નાશીકથી કરી ધરપકડ

આ પણ વાંચો: LRD પરીક્ષાને લઈ હસમુખ પટેલે જણાવ્યું અંતિમ પરિણામ ક્યારે આવશે

આ પણ વાંચો:સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?