જામનગર/ સરકાર આપતી નથી સુવિધા તો મહિલાઓએ લીધાં રાસડાં

મહિલાઓની રજુઆત હતી કે, તેમના વિસ્તારમાં લાઈટ, પીવાના પાણી તેમજ રોડ-રસ્તા ની સુવિધાઓ નથી. જેથી તંત્ર દ્વારા આ વિસ્તારને સુવિધાઓ પુરી પાડવામાં આવે.

Gujarat Others
જામનગર

જામનગર મહાનગરપાલિકામાં આજરોજ મહિલાઓએ નવતર વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ નંબર 4માં આવેલ હાથણી વિસ્તારની મહિલાઓ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મનપા કચેરી પહોંચી હતી. જ્યાં તંત્રને રજુઆત વેળાએ મહિલાઓએ રાસ ગરબા રમી નવતર વિરોધ દર્શાવ્યો હતો અને આવેદન પત્ર પાઠવી તંત્રને ઉગ્ર રજુઆત કરી હતી. તેમજ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સામન્ય રીતે લોકોને કોઈપણ સુવિધાઓમાં અગવડતા કે જરૂરિયાત હોય ત્યારે તંત્ર કે સરકાર પાસે લેખિતમાં આવેદન પત્ર આપી, સૂત્રોચ્ચાર કરી રજુઆત કરતા જોયા છે પરંતુ જામનગરના એક વિસ્તારની મહિલાઓએ તો નવતર વિરોધ દર્શાવી રજુઆત કરી છે શહેરના વોર્ડ નંબર 4માં આવેલ નવાગામ ઘેડ પાસેના હાથણી વિસ્તારની મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓ માટે તંત્ર પાસે અનોખો વિરોધ દર્શાવી રજુઆત કરી છે. હાથણી વિસ્તારની કેટલીક મહિલાઓ આજે મનપા કચેરી ખાતે આવી પહોંચી હતી જ્યાં તેઓએ મ્યુનિ.કમિશનરની કચેરી બહાર રાસ રમી સુવિધાઓ પુરી પાડવા ગીત ગાયા હતા. મહિલાઓની રજુઆત હતી કે, તેમના વિસ્તારમાં લાઈટ, પીવાના પાણી તેમજ રોડ-રસ્તા ની સુવિધાઓ નથી. જેથી તંત્ર દ્વારા આ વિસ્તારને સુવિધાઓ પુરી પાડવામાં આવે. સ્થાનિક નગરસેવીકાને સાથે રાખી મહિલાઓએ અધિકારીને લેખિતમાં રજુઆત કરી. સુવિધાઓ પુરી પાડવા માંગણી કરી છે અને જો આ પ્રાથમિક સુવિધાઓ નહિ મળે તો મનપા કચેરીની લાઈટો તોડી નાખવા તેમજ કચેરીમાં પીવાનું પાણી બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ અવ્વલ : દેશમાં 19માં સ્થાને