Not Set/ જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાગુ, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને કરાયા નજરબંધ

જમ્મુ-કાશ્મીરમાં સતત બદલાતા સંજોગોમાં રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીનાં વડા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતાનાં નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરબંધ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેઓએ તેમના ટ્વીટ્માં લખ્યુ છે કે, હિંસાથી માત્ર તે લોકોને નુકસાન […]

India
Mehbooba Mufti 2407 જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાગુ, મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને કરાયા નજરબંધ

જમ્મુ-કાશ્મીરમાં સતત બદલાતા સંજોગોમાં રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીનાં વડા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતાનાં નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરબંધ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે તેની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેઓએ તેમના ટ્વીટ્માં લખ્યુ છે કે, હિંસાથી માત્ર તે લોકોને નુકસાન થવાનુ જે રાજ્યની ભલાઇ નથી ઇચ્છી રહ્યા. શાંતિથી રહો અને ઇશ્વર તમારા બધા સાથે રહે.

રાજ્યનાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, સાંભળવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવશે. કર્ફ્યુ પાસ પણ કરવામાં આવી રહ્યા છે. ઇશ્વર જાણે શું થશે. આ એક લાંબી રાત્રી થવા જઇ રહી છે. તેમણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું કે, આવા મુશ્કેલ સમયમાં હું મારા લોકોને ખાતરી આપવા માંગુ છું કે, જે કંઇ પણ થઈ શકે, આપણે તેમા સાથે રહીશુ અને તેને લડત આપીશુ. જે પણ આપણા અધિકારો છે તે પ્રયાસ કરવાનો આપણો સંકલ્પ તોડી શકાય તેમ નથી. મહેબૂબા મુફ્તીએ કરેલા આ ટ્વીટ પર ઉમર અબ્દુલ્લાએ પણ રિટ્વીટ કર્યુ છે.

નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાએ પહેલેથી જ નજરકેદ હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેમની નજરબંધ કર્યા વિશે ચર્ચા શરૂ થવા લાગી. ઉમર અબ્દુલ્લાએ એક ટ્વીટમાં લખ્યું છે કે, “મને લાગે છે કે મને આજે (રવિવારે) મધ્યરાત્રિમાં નજરબંધ કરવામાં આવશે અને તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ માટે પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ જાણવા માટેનો કોઇ રસ્તો નથી કે તે સાચુ છે.

આપને જણાવી દઇએ કે, સોમવારે વડાપ્રધાન મોદીનાં નિવાસે કેબિનેટની બેઠક મળવાની છે પરંતુ દિલ્હી સરકાર કે સ્થાનિક તંત્ર આ અંગે કાંઈ કહેવા તૈયાર નથી. આ વચ્ચે રાજ્યમાં ડરનાં માહોલમાં પેટ્રોલ-પંપો પર લાંબી-લાંબી લાઈનો દેખાતી હતી. ઉપરાંત તમામ શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે. સોમવારે યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. સાથે 11 વાગે મોબાઈલ-ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ છે

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વધુ સુરક્ષાદળની ગોઠવણી બાદથી જ અહી કઇક નવુ થવાની સંભાવનાઓ છે. વધુમાં અહી આવેલા ટૂરિસ્ટને પણ રાજ્યમાંથી બહાર નિકળવા કહેવામાં આવી રહ્યુ છે. લોકોનું કહેવુ છે કે, આ એક સંકેત છે કે અહી કઇક નવુ જરૂર થવાનુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.