અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો લગ્નમાં ખૂબ ખર્ચો કરતા હોય અને ડેકોરેશન માટે નવી નવી વસ્તુ લાવતા હોય છે. ત્યારે છત્તીસગઢમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વર કન્યાની એન્ટ્રીમાં ફોટો શૂટ માટે નાની માટલીઓમાં ડ્રાઇ આઇસ નાખીને તેમાથી ઘુમાડો નીકાળવામાં આવી રહ્યો હતો. જ્યારે આ ફોટો શૂટનો કાર્યક્રમ પુરો થયો ત્યારે ઇવેન્ટ ટીમે ડ્રાઇ આઇસને ખુલ્લામાં ફેકી દીધી હતી. ત્યારે એક બાળક તેને બરફ સમજીને ખાઇ ગયુ હતુ. બાળકની વધુ તબીયત ખરાબ થતા બાળક મૃત્યુ પામ્યુ હતુ.
પોલીસના જણાવ્યા મુજબ ચમાર રાય ગામમાં સંતોષ સાહૂ પરિવારમાં લગ્ન હતા, આ દરમિયાન તેમના પડોસમાં રહેનારી એક મહિલા તેના 3 વર્ષના બાળકને લઇને લગ્નમાં પહોંચી હતી. તે તેના બાળકને બાજુમાં મુકીને બીજા કામમાં વ્યસત હતી. ત્યારે આ બાળક સ્ટેજ પાસે જાય છે અને ત્યાં પડેલી ડ્રાઇ આઇસને બરફ સમજીને ખાય જાય છે. ત્યાર બાદ આ બાળક સહીતના બીજા બાળકોની તબીયત પણ બગડવા લાગી હતી. પણ આ બાળકની વધુ તબીયત બગડતા પરિવારજનો તેને ધરે લઇ ગયા હતા. ત્યાર બાદ બાળકને હોસ્પિટલ પણ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.
આ ધટના બાદ બાળકના પરિવારજન અને લગ્ન વાળાના ઘરે વિવાદ ઉભો થયો હતો. પોલીસને મહિતી મળતા ત્યાં પહોંચી હતી અને બંન્ને પરિવારને સમજાવ્યા હતા. ત્યાર બાદ બાળકના પરિવારજન અને ગામના લોકો લાલબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જઇને ફરીયાદ નોંધાવી હતી.
મૃત બાળકના કાકાએ જણાવ્યુ હતુ કે જેના ઘરે લગ્ન હતા અને ઇવેન્ટ ટીમ મેનેજર ફોગ તૈયાર કરવા વાળા કર્મચારીઓની આ જવાબદારી હોવી જોઇએ. આ લોકોની બેદરકારી માટે જ ડ્રાઇ આઇસ સ્ટેજ પર પડ્યુ હતુ અને આ બાળકે તેને બરફ સમજીને ખાઇ લીઘુ હતુ. આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવુ જોઇએ.
આ પણ વાંચો:બ્લેકમેલ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, મંગેતરને અશ્લીલ વીડિયો મોકલી તોડાવ્યા યુવતીના લગ્ન
આ પણ વાંચો:ટી-20 વર્લ્ડ કપ માટે રોહિતની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયાનું એલાન, પંતનું પુનરાગમન
આ પણ વાંચો:ઉનાળામાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું નુકસાનકારક, સરકારે જાહેર કરી એડવાઈઝરી