જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અહીં 2 આતંકીઓને ઠાર કર્યા છે.

Top Stories India
cricket 27 શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અહીં 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર શોપિયા જિલ્લાનાં મુનિહાલ વિસ્તારમાં થયુ હતુ. જેમા સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોનની પોલીસે તેની પુષ્ટિ કરી છે.

અમદાવાદ / કોરોનાનાં વધતા કેસને જોતા જમાલપુર શાકમાર્કેટમાં આજથી ઓડ-ઇવન નિયમ લાગુ

આપને જણાવી દઈએ કે, ગત સપ્તાહે શોપિયાનાં રાવલપોરામાં સુરક્ષા દળો સાથેનાં એન્કાઉન્ટરમાં જૈશ કમાંડર સજ્જાદ અફઘાની માર્યો ગયો હતો. અફઘાનિસ્તાન પાસેથી 36 ચીની નિર્મિત સ્ટીલની ગોળીઓએ સુરક્ષા દળોને ચોંકાવી દીધા છે. ત્યારબાદ, સુરક્ષા દળોએ તેમના વાહનો, બંકર અને જવાનોની બુલેટ પ્રૂફિંગ ક્ષમતાને વધુ મજબૂત કરી છે. આ સ્ટીલ બુલેટ્સમાં સામાન્ય બુલેટ-પ્રૂફ વાહનો અને જવાનોનાં બુલેટ-પ્રૂફ જેકેટ્સને વીંધવાની ક્ષમતા છે. અધિકારીઓએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં હવે જે વાહનો અને જવાનોને તૈનાત કરવામાં આવી રહ્યા છે તેમને સુરક્ષાનું એક લેયર વધારી દેવામાં આવ્યુ છે.

Cricket / સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

સામાન્ય રીતે એકે સીરીઝની રાઇફલ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી બુલેટ અને અન્ય વિસ્ફોટકો પર ચાઇનીઝ ટેકનોલોજી દ્વારા સખત સ્ટીલ કોરનાં પડ સાથે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ગોળીઓ ભેદવાની ક્ષમતામાં વધારો કરે છે. હાલમાં જ જૈસ કમાંડર સજ્જાદ અફઘાનીની પાસેથી મળેલા કારતૂસ જેને આર્મર પિયર્સિંગ કહેવામાં આવે છે, હાર્ડ સ્ટીલ કે ટંગસ્ટન કાર્બાઇડથી બનેલા હોવાનુ માલૂમ પડ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ