Palanpur/ ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાંચ સ્વીકારનારો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

પાલનપુર આરટીઓ કચેરીમાં GISF સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો

Top Stories Gujarat
White Minimalist And Natural Travel YouTube Thumbnail 9 ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાંચ સ્વીકારનારો સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

 

Palanpur News : ડ્રાઈવિંગ લાયસન્સ માટે 1500 રૂપિયાની લાંચ લેનારા પાલનપુર આરટીઓ કટેરીના જીઆઈએસએફ સિક્યુરિટી ગાર્ડની એસીબીના અધિકારીઓએ જાળ બિછાવીને ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી ઓટો એડવાઈઝરની ઓફિસમાં કામ કરતા હોવાથી અવારનવાર આરટીઓ કચેરીમાં જતા હતા. દરમિયાન ફરિયાદીના શેઠના દિકરાના ડ્રાઈવિંગ લાયસન્સ માટે તેમણે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. 20 મે 2024 ના રોજ ટુ વ્હીલરનો ટેસ્ટ આપતા તે પાસ થયો હતો. પરંતુ તે દિવસે ફોર વ્હીલરનો ટ્રેક બંધ હોવાથી ટેસ્ટ આપી શક્યો ન હતો. આથી આરટીઓના જીઆઈએસએફ સિક્યુરિટી ગાર્ડ શૈલેષ ડી.રાવળે નવેસરથી એપોઈન્ટમેન્ટ લેવા કહીને પોતાનો ફોન નંબર આપ્યો હતો. ઉપરાંત 1500 થી 2000 રૂપિયાની લાંચ આપવી પડશે, એમ કહ્યું હતું.

બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ આરટીઓ કચેરીના ગાર્ડ રૂમમાં જાળ બિછાવીને સિક્યુરિટી ગાર્ડ શૈલેષ  ડી.રાવળની રૂ.1500 ની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત