ગુજરાત/ કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહી દીધુ – જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

કોરોનાનાં ઝડપથી ફેલાવાથી રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ્સ ખૂટી પડ્યા છે. સુત્રો કહે છે કે, કોરોનાની બીજી લહેરે લોકોની હાલત એટલી ગંભીર કરી દીધી છે….

Trending
mmata 27 કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહી દીધુ - જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

કોરોનાનાં ઝડપથી ફેલાવાથી રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ્સ ખૂટી પડ્યા છે. સુત્રો કહે છે કે, કોરોનાની બીજી લહેરે લોકોની હાલત એટલી ગંભીર કરી દીધી છે કે, છતાા રૂપિયે ઘણા લોકોને સારવાર મળી રહી નથી. ત્યારે થોડા દિવસો પહેલા જ ભાવનગરની એક હોસ્પિટલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જે વીડિયો એટલો ખોફનાક હતો કે તે બાદથી સરકારની કાર્યશૈલી પર ખૂબ સવાલો થઇ રહ્યા છે. આ વચ્ચે ભાવનગરનાં યુવરાજે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા નેતાઓને ખરી ખોટી સંભળાવી છે.

mmata 28 કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહી દીધુ - જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

રાજકારણ / ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

ભાવનગરનાં યુવરાજ જયવીરરાજ સિંહે, દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ પર પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તેમણે રાજકીય પક્ષો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓને આડેહાથ લીધા છે અને કહ્યું છે કે, જો તેઓ જવાબદારી ન નિભાવી શકે તો, રાજીનામું આપી દે. સાથે જ રાજકીય પક્ષોને ધારાસભ્યોને ખરીદવા જે ફંડ વાપરે છે તે દર્દીઓની સારવાર પાછળ ખર્ચ કરવા જોઈએ. આપને જણાવી દઇએ કે, જયવીરરાજસિંહ રાજવી પરિવારનાં યુવરાજ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાં પૌત્ર છે. જયવીરરાજસિંહ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઇ જઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કોરોના વોરિયર્સ એટલે કે, હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જયવીરરાજસિંહે વધુમાં કહ્યુ કે, હાલનાં સમયમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. જ્યારે રાજકારણીઓને પ્રચાર – પ્રસાર અને રેલી કાઢવા માટે લાખો રૂપિયા મળી રહે છે. તેમજ કોવિડ જેવી મહામારીમાં ચૂંટણી યોજવા માટે અનુકૂળ સમય પણ મળી રહે છે. આવા સમયે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ફેસબુક પર એક પોસ્ટ મૂકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

mmata 29 કોરોનાનો કહેર જોતા ભાવનગરનાં યુવરાજે નેતાઓને કહી દીધુ - જો કામ નથી કરી શકતા તો આપી દો રાજીનામું

અમદાવાદ / ઝાયડસ હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઇન

જયવીરરાજસિંહે વધુમાં લખ્યું હતું કે, કોઈ પણ રાજકારણી કે ઓફિસરને એવો કોઈ હક નથી કે તે પોતાના વ્યક્તિગત કારણોસર લોકોનાં જીવ જોખમમાં પડે એવું કામ કરે, અને આની પાછળ જે પણ લોકો આ કાર્ય માટે જવાબદાર હોય તેમને પ્રજા ને આનો જવાબ આપવો જોઈએ અને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ. પ્રજાની સુખાકારી માટે અને તેમના સારા આરોગ્ય માટે મૂળભૂત તબીબી આરોગ્ય સુવિધાઓ જે દરેક સરકારે પોતાની પ્રજા સુધી પહોંચાડવી જ જોઈએ એ ચૂંટાયેલી સરકારની ફરજ છે. તેમણે કહ્યુ કે, જે વીડિયો આપણે બધાએ સોશિયલ મીડિયામાં જોયો છે કે, ભાવનગરની જનરલ હોસ્પિટલમાં દર્દી ઓક્સિજનનાં બાટલા સાથે જમીન પર સૂઇ રહ્યા છે. આ જોઈને ખૂબ જ દુઃખ લાગી રહ્યુ છે કારણ કે આ હોસ્પિટલ સો વર્ષ પહેલાં ભાવનગરનાં નાગરિકો માટે બનાવવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ