Not Set/ 36 કલાકમાં CBIના ચીફ આલોક વર્માને પાણીચું, ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે કરાઈ બદલી

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત રજા પર ઉતારી દેવાયેલ સીબીઆઈના ચીફ આલોક વર્માને સુપ્રીમ કોર્ટએ નોકરી પાછી જોઈન કરવાનો હુકમ કર્યો એના 36 કલાકમાં જ મોદી સરકારે તેમની બદલી કરી હતી. એક નાટકીય ઘટનાક્રમમાં  ગુરુવારે રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો છે. સરકાર […]

Top Stories India
mantavya 204 36 કલાકમાં CBIના ચીફ આલોક વર્માને પાણીચું, ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે કરાઈ બદલી

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત રજા પર ઉતારી દેવાયેલ સીબીઆઈના ચીફ આલોક વર્માને સુપ્રીમ કોર્ટએ નોકરી પાછી જોઈન કરવાનો હુકમ કર્યો એના 36 કલાકમાં જ મોદી સરકારે તેમની બદલી કરી હતી.
IMG 20190110 WA0014 36 કલાકમાં CBIના ચીફ આલોક વર્માને પાણીચું, ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે કરાઈ બદલી
એક નાટકીય ઘટનાક્રમમાં  ગુરુવારે રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો છે. સરકાર દ્વારા આલોક વર્માને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હાલ પૂરતા વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવ ની નીયુક્તી કરવામાં આવી છે.
નાગેશ્વર રાવ આવતીકાલે સવારે સીબીઆઈના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. આલોક વર્મા ગઈકાલે જ કામ પર પાછા ફર્યા હતા.જો કે આવતાની સાથે વર્માએ સીબીઆઈના 6 ઓફિસરોની બદલી કરી હતી.
આ પછી સીબીઆઈના વડાપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એ. કે. સીકરી અને વિપક્ષી નેતા ખડગે વચ્ચે આશરે  ૩ કલાક મેરેથોન મંત્રણા ચાલી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના વડપણ હેઠળની હાઇપાવર કમિટીએ ૨ – ૧ના મતથી આલોક વર્માને હટાવવા નિર્ણ્ય કર્યો હતો.
વિપક્ષી નેતા ખડગેએ મોદીના નિર્ણયની વિરુદ્ધમાં મત આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશથી હજુ ગઈકાલે જ  સીબીઆઇના ડાયરેક્ટર તરીકે આલોક વર્મા પાછા ફર્યા હતા. પરંતુ આજે તેમેને સીબીઆઈ સંસ્થાની અખંડિતતા માટે આલોક વર્માની નિમણુક નુકશાનકારક હોવાનું જણાવીને સમિતિએ બદલી કરી હતી.