સેલવાસ/ આ પ્રતિબંધિત ‘ગુટખા’ કંપનીમાં પોલીસનાં દરોડા, કરોડોનો માલસામાન જપ્ત

આ પ્રતિબંધિત ‘ગુટખા’ કંપનીમાં પોલીસનાં દરોડા, કરોડોનો માલસામાન જપ્ત

Top Stories Gujarat
indonesia 1 આ પ્રતિબંધિત 'ગુટખા’ કંપનીમાં પોલીસનાં દરોડા, કરોડોનો માલસામાન જપ્ત

ગોવા ગુટકા બનાવતી કંપનીના માલિક જગદીધ જોશીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. પૂણેની ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ગુજરાતમાં સેલવાસ ખાતે ગોવા ગુટખા ની કંપનીમાં દરોડા પડ્યા છે અમે કરોડો રૂપિયાનો માલસામાન જપ્ત કર્યો છે. પ્રતિબંધિત એવા ગુટખાના ઉત્પાદન મામલે પોલીસને મોટો જથ્થો હાથ લાગ્યો છે સાથે મોટી માત્રામાં રોકડ પણ મળી આવી છે. પૂણેમાં ગુટખાના રેકેટનો છેડો દા.ન.હવેલી સુધી પહોંચ્યો છે. ગોવા ગુટખાનાં ડિસ્ટ્રીબ્યુટર મારફતે લેવડદેવડનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

No shit! Gutka mixed with lizard droppings

પુણે પોલીસના જણાવ્યા અનુસાર, દેશમાં ગુટખા કમ્પની સામે આ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો છે. જો જપ્ત થયેલ ગુટખા બનાવવા માટેની સામગ્રી પૂણે લઇ જવામાં આવે તો 15 જેટલા કન્ટેનરની જરૂર પડી શકે છે. હાલ તો જપ્ત કરાયેલ પ્રતિબંધિત ઉત્પાદન માલ અને તેને નષ્ટ કરવા માટે ગુજરાતના એફડીએને જવાબદારી સોંપવામાં આવી છે.

સેલવાસમાં પ્રતિબંધિત ગુટખા કંપની પર કાર્યવાહી, 15 કરોડના સાધનોનો જથ્થો જપ્ત

આ કામગીરીનું નેતૃત્વ કરનારા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રજનીશ નિર્મલે જણાવ્યું હતું કે, 17 નવેમ્બર 2020 ના રોજ પૂણેમાં મંજરી અને હડપસર પાસેથી 7.50 લાખ રૂપિયાની પ્રતિબંધિત ઉત્પાદન જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. વિકાસ કદમ અને મિથુન નવલે, પુનાના વેચાણ વિભાગના વડા, સતીષ વાઘમરે, જેણે ટ્રક ચલાવ્યો હતો અને પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

SC bans use of plastic in gutkha sachets - WorldNews

17 નવેમ્બર 2020 અને 8 જાન્યુઆરી 2021 ની વચ્ચે પૂણે પોલીસે ગુટખાના ગોડાઉન પર 28 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન પોલીસે હવાલા સર્વિસથી પૈસા મેળવનારા 9 લોકોની ધરપકડ કરી હતી. પુણે પોલીસના જણાવ્યા મુજબ સિલવાસા પાસેથી જપ્ત કરાયેલા માલ અને પાઉચ બનાવતા ગોવા ગુટખા પર જગદીશ જોશીના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યા છે. જેથી આ માલ સામગ્રી ડાય સહિતનો માલ ક્યાંથી આવ્યો અને કેટલો મોટો આ વેપલો છે તે દિશામાં પણ તપાસ હાલ પોલીસે હાથ ધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો